આ ગુજ્જુ ખેલાડીથી ઓસ્ટ્રેલિયન ટીમ થર થર કાંપે છે, કાંગારુ ખેલાડીએ કર્યો ખુલાસો

Share this story

The Australian team is shaking  

  • Josh Hazlewood : ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે વિરાટ કોહલી નહીં, પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

ઓસ્ટ્રેલિયાના (Australia) ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) વિરાટ કોહલી (Virat Kohli) નહીં પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) માન્યું છે કે આ જે બોલર છે તેની સામે બોલિંગ કરવી ખુબ મુશ્કેલ હોય છે અને તેમની વિકેટ લઈને બોલર ખુબ રોમાંચિત મહેસૂસ કરે છે.

આ ભારતીય બેટરથી કાંપે છે ઓસ્ટ્રેલિયનો :

આ ભારતીય ખેલાડી છે ચેતેશ્વર પૂજારા. ભારતીય બેટર પૂજારાએ હાલમાં જ ટેસ્ટ મેચોની સદી પૂરી કરી હતી. જો કે ઓસ્ટ્રિલન વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર મેચોમાં તેઓ કોઈ મોટો સ્કોર ખડો કરી શક્યા નહીં. તેમનું યોગદાન આમ છતાં ઉલ્લેખનીય રહ્યું. 35 વર્ષના પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં 102 મેચોમાં 19 સદી અને 35 અડધી સદી સહિત 7000 થી વધુ રન બનાવી ચૂક્યા છે.

કાંગારુ ખેલાડીએ પોતે કર્યો ખુલાસો :

ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે, બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે  ખુબ મહેનત કરવી પડે છે. આટલા વર્ષોમાં બોલિંગ કરવાની મે પૂરી મજા લીધી છે. તેઓ ઉત્કૃષ્ટ બેટર છે અને ઓસ્ટ્રેલિયન બોલર્સના નિશાના પર હંમેશા રહે છે.

આઈપીએલમાં કોઈએ ખરીદ્યા નહીં :

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 31 માર્ચથી આઈપીએલ રમશે પરંતુ ચેતેશ્વર પૂજારાને આઈપીએલમાં કોઈ ટીમે ખરીદ્યા નથી. પૂજારાએ આઈપીએલની 30 મેચોમાં 390 રન કર્યા છે. 2019મં તેમણે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ તરફથી રમી હતી. ત્યારબાદ તેમને એક પણ મેચ રમવા મળી નથી. ચેતેશ્વર પૂજારાની ધીમી બેટિંગ વિશે હંમેશા ટીકા થતી રહી છે.

આ પણ વાંચો :-