Heart-Healthy Foods : ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે સામેલ કરો આ ફ્રૂટસ, જાણો તેના અદભૂત ફાયદા

Share this story

Heart-Healthy Foods 

  • આકરો તડકો શરૂ થયો છે. ત્યારે દરેક લોકોએ પોતાના આહારમાં આટલી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે કેમ કે ઉનાળામાં તબિયત વધુ ખરાબ થતી હોય છે.

જો આપણે સ્વસ્થ રહેવું હશે તો આપણે આપણાં હ્રદયને (Heart) પણ સ્વસ્થ રાખવું પડશે. મહત્વપૂર્ણ બાબત છે કે યોગ્ય ભોજન અને સારી લાઈફસ્ટાઈલથી (Lifestyle) જ તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખી શકો છો

માર્ચ મહિનામાં જ તાપમાન વધી ગયું છે તો વિચારો એપ્રિલમાં શું હાલત થશે. તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધે દિલને બ્લડ (Blood) સપ્લાય માટે ઝડપથી પંપ કરવુ પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.

શું કહે છે ડોક્ટર્સ :

ડોક્ટર્સનું કહેવુ છે કે ગરમીમાં ડિહાઈડ્રેશન (Dehydration) અને હીટ સ્ટ્રોકથી (Heat stroke) હ્રદયને બચાવવું જરૂરી છે. વધુ માત્રામાં સોડિયમ કે મીઠુ શરીર પર ઉંધી અસર કરે છે. તેથી મીઠું ઓછુ ખાવું જોઈએ સાથે સાથે 3થી 4 લિટર પાણી પીવો અને ફળોના જ્યુસની સાથે સાથે શાકભાજી પણ ખાવા જોઈએ. ગરમીની સીઝનમાં આ ફુડ્સને ડાયેટમાં ઉમેરો તો સ્વસ્થ રહી શકશો.

તરબુચ :

તરબુચ સીઝનલ ફ્રુટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રુટમાં લગભગ 92 ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછુ આવે છે.

લીલા પાંદડાવાળી શાકભાજી :

ગરમીની સીઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામીન અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 હોય છે. તે આરોગ્ય સારુ રાખે છે.

પપૈયુ :

પપૈયુ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિ ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે હાર્ટને સ્વસ્થ રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-