તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો, લોન્ચ થઈ Youtube ચેનલ

Share this story
You can watch live what the MLAs of your area are doing while sitting in the Legislative
  • Gujarat Vidhansabha Youtube Channel : ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી. મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ-ટ્યુબ ચેનલની શરૂઆત કરાવી. વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચશે.

ગુજરાત વિધાનસભાએ (Gujarat Assembly) ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ (Youtube channel) શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો ક્લિપમાં જોવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, યુટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો. હવે તમે તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો.

આ યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો, મંત્રીઓના નિવેદનો મૂકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનો અપલોડ કરવામાં નહિ આવે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા, રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરાઈ રહી હતી. જો કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય કરાયો નથી. પરંતુ હવે તમામ ધારાસભ્યો, મંત્રીઓએ ગૃહમાં અપાયેલા નિવેદનોને સોશિયલ મીડિયા પર જોઈ શકાશે.

ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપ્યું છે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ પણ શરૂ કરાઇ છે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. ગુજરાત વિધાનસભામાં થતા તમામ પ્રશ્નોત્તરીના મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મૂકાશે. http://gujaratassembly.gov.in/gujaratindex.html પર જઈને વિધાનસભાની માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો :-