Home Blog Page 1139

શા માટે જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ વિરૂદ્વ જાસુસીની આશંકા કે રાષ્ટ્રદ્રોહની કલમ દાખલ ન કરી ?

0

Jammu and Kashmir Police did not file 

  • કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં ગયો હોવા છંતાય પોલીસે બેદરકારી દાખવી. બનાવટી દસ્તાવેજો તૈયાર કરાયાની આઇપીસી વિવિઘ કલમો આધારિત ફરિયાદ જ નોંધાઈ : કાશ્મીરના અનેક લોકોને મળ્યો છતાંય સંભવિત કાવતરાની કલમ પણ દાખલ ન થઈ.

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઈવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના (Gujarat) કિરણ પટેલ (Kiran patel) વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ (Security Agency) દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ તેના ચોક્કસ ઈરાદો જાણી શકાયા નથી. બીજી તરફ તેના વિરૂદ્વ દાખલ થયેલી ફરિયાદની આઈપીસીની કલમોને લઈને શ્રીનગર પોલીસ પણ ચર્ચામાં છે.

પ્રઘાનમંત્રી કાર્યાલય એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં તે ફરતો હોવા છંતાય તેના વિરૂદ્વ જાસુસી કે કોઈ કાવતરૂ રચવાની કલમો દાખલ કરવામાં આવી નથી. કાયદા નિષ્ણાંતો અને નિવૃત પોલીસ અધિકારીઓએ શ્રીનગર પોલીસ પર અનેક સવાલ પણ ઉભા કર્યા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું કહી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર પ્રવાસે હોવાનું કહીને એક વાર નહી પણ સતત ચાર વાર જમ્મુ કાશ્મીરમાં બુલેટ પ્રુફ ગાડીઓમાં ઝેડ પ્લસ સિક્યોરીટી રાખીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.  જો કે તેની અટકાયત બાદ બીજી માર્ચના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ૧૪ દિવસની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી.

તો જમ્મુ કાશ્મીર પોલીસ તેના વિરૂદ્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દાખલ કરેલી વિવિધ ગુનાની કલમોને લઇને ચર્ચામાં છે.  કારણ કે કિરણ પટેલ વિરૂદ્વ સંભવિત જાસુસી કરવાની, દેશની સુરક્ષા જોખમાઇ તેવા સંભવિત કાવતરા ઘડવાની કલમ અને રાષ્ટ્રદ્રોહની કલમ પણ દાખલ કરવામાં આવી નથી. કિરણ પટેલ વિરૂદ્વ આઈપીસીની ૪૧૯  અને ૪૨૦ છેતરપિડી, આઈપીસીની કલમ ૪૬૭, ૪૬૮ બનાવટી દસ્તાવેજો બનાવવા, તેમજ આઈપીસીની કલમ ૪૭૧ એટલે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવો બાબતે ગુનો નોંધાયો છે. જેમાં વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી સજાની જોગવાઇ છે. ત્યારે કાયદા નિષ્ણાંતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કિરણ વિરૂદ્વ લગાવેલી કલમોને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે.

એક નિવૃત આઈપીએસ અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલયના નામે ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવી તે રાષ્ટ્રદ્રોહનો ગુનો છે. જ્યારે જમ્મુૃ-કાશ્મીરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરવા જવુ તે બાબત સંભવિત જાસુસીની શક્યતા દર્શાવે છે. જે બાબતનો ઉલ્લેખ ફરિયાદમાં નથી કરાયો.

આ પણ વાંચો :

ગુજરાતના અતિ સમૃદ્ધ ગામડાં… જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય

0

The super rich villages of Gujarat

  • Gujarat Villages : આ એવા મોડલ ગામડા છે જેને પ્રગતિ જોઈને મેટ્રો સીટી જેવા શહેરો પણ ઈર્ષામાં બળી મરે! ગજબ પ્રગતિ કરી છે ગુજરાતના આ ગામડાઓએ. એક ગામ તો એવું છે જે કહી શકાય કે જાણે રાખમાંથી ઊભું થયું છે. ખાસ જાણો આ ગામડાંઓ વિશે..

સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના (Gujarat) કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે. તેઓ પણ પોતાના ભાગ્ય પર ઈર્ષા કરશે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે..

ધર્મજ :

આણંદ જિલ્લાના પેટલાદ (Petlad) તહસીલ હેઠળ આવતા આ ગામે એક નવી જ ઓળખ ઊભી કરી છે. NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું. આ ગામમાં 18થી વધુ  બેંક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ અદભૂત છે.

હવે આ ગામ પોતાની 1971માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં અન્ય ગામડાઓને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પુંસારી :

અમદાવાદથી 100 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામે આ માટે ઘણું કર્યું છે. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું છે. એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગનવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધુ હતી.

આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી રહીશોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાની કમાણી થાય છે. આરઓના બેકાર પાણીને ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ  ગામની કુલ વસ્તી 5000 છે.

ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી મેપ્ડ છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર આધારિત છે.

ભીમાસર :

કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ 2001ના વિનાશકારી  ભૂકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. બે દાયકા બાદ આ ગામ આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ  બનીને સામે આવ્યું છે. અંજાર કસ્બાથી 18 કિમી દૂર આવેલા આ ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ છે. ગામનો દરેક રસ્તો હરિયાળીથી ભરેલો છે. આ ગામમાં પ્રવેશ કરવાથી તમને જરાય એવું નહીં લાગે આ કોઈ ગામ છે.

આઠ હજારની વસ્તીવાળું આ ગામ ભરાવદાર વૃક્ષોથી છવાયેલું છે. ગામમાં છ જેટલા સામુદાયિક કેન્દ્રો છે અને આખા ગામની સુરક્ષા માટે 60 સીસીટવી કેમેરાનું નેટવર્ક છે. જેનો કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. જે નિગરાણી  કેન્દ્ર તરીકે કામ કરે છે. ગામમાં સીવેજ લાઈન બિછાવવામાં આવી છે જે સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કનેક્ટેડ છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે ગામ પાણીને ટ્રિટમેન્ટ કરીને વેચે છે. દર વર્ષે દોઢ  લાખ જેટલી કમાણી પણ કરે છે.

આ પણ વાંચો :-

સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

0

સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

  • Mega Textile Park In Navsari : નવસારીના વાંસી બોરસીમાં 1142 એકરમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

એક સમયે મફતલાલ ગૃપના કારણે નવસારીનું (Navsari) નામ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર આવતું હતું. બાદમાં નવસારીને પાછળ છોડીને સુરતે (Surat) તે સ્થાન હાંસલ કર્યું. સુરતે તે નામને માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું.

સુરતને ટેક્સટાઈલ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે વર્ષો પછી ફરી એકવાર નવસારીનું નામ ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં દેશભરમાં નિર્માણ થનારા 7 પીએમ મિત્ર પાર્કમાં નવસારીને પણ સમાવી લીધું છે. તાજેતરમાં તેની સૂચના જાહેર થતાં, તેને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીએમ મિત્ર યોજના હેઠળ નવસારી નજીક વાંસી બોરસી ખાતે 1142 એકર જમીનમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

અહીં કાપડના વેપારને લગતી તમામ પ્રવૃત્તિઓ એક બાઉન્ડ્રીની અંદર હાજર રહેશે. તેમાં સ્પિનિંગથી લઈને વણાટ, ડાઈંગ, પ્રિન્ટિંગ, ટેક્સચરાઈઝિંગ, પેકેજિંગ, વેલ્યુ એડિશન, ટેક્નિકલ ટેક્સટાઈલ, મશીનરી મેન્યુફેક્ચરિંગ વગેરેનો સમાવેશ થશે. આના પરિણામે લગભગ રૂ. 15,000 કરોડનું રોકાણ થશે અને 50,000થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્ર સરકાર દ્વારા 300 કરોડ રૂપિયા CIS તરીકે આપવામાં આવશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ :

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષ કહે છે કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકારે તમામ ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ ઘડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનનું વિઝન સાકાર થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિને કારણે રોકાણ અને રોજગારમાં પણ મોટા પાયે વધારો થશે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો કે રાંધણગેસની આગમાંથી કેમ નથી નીકળતો ધુમાડો ?

Do you know why there is no smoke

  • Interesting Facts Of Cooking Gas : ભારતમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થતો હોય છે. જેને આપણે બોલચાલની ભાષામાં LPG તરીકે ઓળખીએ છીએ. એલપીજીની સૌથી મહત્વની વાત એ છે કે તેમાંથી ધુમાડો નીકળતો નથી.

ભારતમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો (Liquid petroleum gas) ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થતો હોય છે. જેને આપણે બોલચાલની ભાષામાં LPG તરીકે ઓળખીએ છીએ. એલપીજીની (LPG) સૌથી મહત્વની વાત એ છે કે તેમાંથી ધુમાડો નીકળતો નથી.

ભારતમાં LPG ગેસનું વેચાણ કરવામાં આવ્યું અને તેના કારણે ભારતમાં પ્રથમ વખત લોકોએ પરંપરાગત સ્ટવ છોડીને ગેસ સિલિન્ડર ખરીદ્યા હતા. આગ તે આગ હોય છે. પછી તે લાકડાની હોય તે અન્ય કોઈ તેમાંથી ધુમાડો નીકળે છે. પરંતુ એલપીજી ગેસની આગમાંથી ધુમાડો કેમ નથી નીકળતો તે પ્રશ્ન છે.

જો તમે લાકડાનો ચૂલો અથવા નાની ભઠ્ઠી જોશો તો તમે જોશો કે તેની આગનો રંગ લાલ છે. અને તેમાંથી સતત ધુમાડો નીકળે છે જ્યારે એલપીજીની જ્વાળાઓનો રંગ વાદળી હોય છે. આ જ કારણ છે કે રાંધણ ગેસની આગમાં ધુમાડો નથી નીકળતો જ્યારે કોલસાની આગમાંથી ઘણો ધુમાડો નીકળે છે.

LPG ગેસ મુખ્યત્વે પ્રોપેન બ્યુટેનનું મિશ્રણ છે અને અન્ય હાઇડ્રોકાર્બનની થોડી માત્રા પણ જોવા મળે છે. કારણ એ છે કે એલપીજી 100% બળે છે કારણ કે તેની જ્વલનક્ષમતા ઘણી વધારે છે.

આ પણ વાંચો :-

માવઠાથી ક્યારે મુક્તિ મળશે ? આવી ગઈ અંબાલાલ કાકાની નવી આગાહી

0

When will you get rid of Mavtha?

  • Ambalal Patel : માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે, તો નાગરિકો પણ પરેશાન છે… હવે લોકો પૂછી રહ્યાં છે કે માવઠાથી ક્યારે છુટકારો મળશે.

ગુજરાતના (Gujarat) માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું (Mawtha) આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન (Weather) બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની (Unseasonal rain) મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગે પણ માવઠું જવા વિશે કહ્યું કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠામાંથી મુક્તિ વિશે જણાવ્યું કે ગુજરાતમાં વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો :-

થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ….

Gujaratis are the first

  • gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે.

ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ (Thailand) ઉપડી જાય. એવુ કહેવાય છે કે પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી (Natural beauty) ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ (Nigh) વાત જ કંઈક અલગ છે.

પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે. સ્પામાં જઈને તેઓ સૌથી પહેલા મસાજ કરાવીને હળવા થવાનું પસંદ કરે છે. ગુજરાતીઓમાં થાઈ સ્પાનો ક્રેઝ વધારે છે. ત્યારે આ થાઈ સ્પા શું છે તે જોઈએ.

થાઈ મસાજની ખાસિયત :

થાઈ મસાજ વર્લ્ડ ફેમસ છે. તેથી અહી આવનારા પ્રવાસીઓ સૌથી પહેલા થાઈ મસાજ કરાવે છે. થાઈ મસાજમાં સૌથી પહેલા સ્નાયુ અને હાડકાને આરામ આપવાનો પ્રયાસ થાય છે. એક્યુપ્રેશર પોઈન્ટ્સની મદદથી શરીરના પ્રેશર પોઈન્ટ્સ દબાવવામાં આવે છે. આ મસાજથી માંસપેશી મજબૂત થાય છે. શરીરમાંથી દુખાવો દૂર થાય છે. તેથી જ તો ગુજરાતીઓ સૌથી પહેલા સ્પામાં તૂટી પડે છે.

થાઈ મસાજના ફાયદા :

થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે થાઈ મસાજ જાદુ જેવો છે. થાઈ મસાજ એ મસાજનું પરંપરાગત રીત છે. જેમાં જમીન પર સૂવડાવીને મસાજ કરવામા આવે છે. સ્નાયુઓને ખેંચવામાં આવે છે.

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ :

ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે.

જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે.

આ પણ વાંચો :-

21 માર્ચે સુરતના આ વિસ્તારમાં થશે બ્લાસ્ટ, પાવર હાઉસના ટાવરને તોડી પડાશે

0

Blast will happen in this area of Surat

  • ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે. દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાટનને તોડવો હોય છે.

સુરતમાં (Surat) ઉત્રાણ વિસ્તારનું ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના (Landing power house) ટાવરને આગામી 21મીના રોજ ધરાશાહી કરવામાં આવનાર છે. પાવર હાઉસની (power house) ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાહી કરવામાં આવશે. માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ જશે.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાટનને તોડવો હોય છે.21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે.

બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો રહેશે એટલે કે માત્ર 7 થી 8 સેકન્ડ માં જ આખો ટાવર કડડભુસ થઈ જશે. આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવ્યું છે.

ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે. ટાવર RCC કુલિંગ ટાવરને પણ કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાશે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડશે પાંચ-દશ મીનીટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાઈ શકે છે. ધુળની ડમરી ઉડવાની સંભાવના ઓના આજુબાજુમાં રહેતા લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખવા પડશે.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડવો પડે છે. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે.

જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગી શકે છે. જો કે ટાવર તો માત્ર 7થી 8 સેકન્ડમાં જ કડડભૂસ કરી દેવાશે. 3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું.

ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાશે. ટાવર તૂટતાં 20થી 25 મિનિટ સુધી હવામાં ધૂળના ગોટા ઉડતા જોવા મળશે.

5-10 મિનિટ માટે વંટોળિયા જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાતી આસપાસના ઘરોના બારી દરવાજા બંધ રાખવા પડશે. આ સિવાય કોઇ મોટી અસર જોવા મળશે નહીં. જેથી અફવા કે ડર ફે ન ફેલાવવા તંત્રએ અપીલ કરી છે.

આ પણ વાંચો :-

20 માર્ચ 2023, આજનું રાશિફળ : 6 રાશિના જાતકોને મહાદેવની અસીમ કૃપાથી તમામ દુ:ખો થશે દુર

20 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમિયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. અેક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બંનેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્ય ક્ષેત્રે સારૂ ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય અેનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતી રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
દિવસ દરમિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાનાં વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્સ કન્સલટન્ટ, અેકાઉન્ટ્સ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતીથી આનંદ થાય. સ્વાર્થવૃત્તિ વધે. પ્રતિષ્‍ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય અેવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો સાથે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતીથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યૂબ, કલર, કેમીકલ, બિલ્ડિંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચી વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ  ન જાય અેનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂં રહે.

મકરઃ
આવકની દૃષ્ટિઅે સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પત્ની તરફથી આનંદ મળે.

કુંભઃ
માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ,  દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

સોલર વોટર પંપીગ સિસ્ટમનો ખોટી રીતે ઉપયોગ કર્યો તો આવી બન્યુ સમજો !

0

If the solar water pumping system

  • Solar Water Pump : સોલર પંપ પર 75 ટકા સબસીડી મળે છે. આ સબસીડી આપવાનો ઉદ્દેશ્ય વીજળી અને ડીઝલની ખપતને ઓછુ કરવાની સાથે સાથે પર્યાવરણને દૂષિત થતા બચાવવાનો છે. લાભાાર્થી ખેડૂત સિંચાઈથી વધુ સોલાર પંપનો કોઈ પણ પ્રકારે દુરઉપયોગ કરશે તો આપવામાં આવેલી ગેરંટી પણ પૂર્ણ થઈ જશે.

હરિયાણા સરકારના (Haryana Govt) નવીન અને નવીકરણીય ઉર્જા વિભાગે (Department of Energy) સબસીડી થકી આપવામાં આવેલા સોલર પંપને ઉખાડવા તથા અન્યને વેચવા અથવા અન્ય કોઈ જગ્યાએ લગાવવા અવે કૃષિ સિંચાઈની (Agricultural irrigation) જગ્યાએ સોલર પંપને ખોટી રીતે ઉપયોહ કરનાર સામે FIR થશે. સોલર વોટર પંપીગ સિસ્ટમ પર આપવામાં આવેલી સબસીડી પણ પરત લઈ લેવામાં આવશે.

એડીસી ડૉ.બલપ્રીતસિંહે જણાવ્યું કે જિલ્લામાં સોલર પંપનો ખોટી રીતે ઉપયોગ કરવાની ફરિયાદો આવી રહી છે. આ અંગે નવીન એને નવીકરણીય ઉર્જા વિભાગે મહાનિદેશક થકી નિર્દેશ જાહેર કર્યો છે કે નિર્ધારિત કરવામાં આવેલા જગ્યા સિવાય લાભાર્થી ખેડૂત સોલર પંપનો ઉપયોગ કરશે તો લાભાર્થીને સબસિડીનો અધિકાર નહીં મળે. નિયમનો ભંગ કરનાર ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારે આપેલી સબસીડી પણ પરત લેવાશે.

સોલર પંપ પર 75 ટકા સબસીડી મળે છે. આ સબસીડી આપવાનો ઉદ્દેશ્ય વીજળી અને ડીઝલની ખપતને ઓછુ કરવાની સાથે સાથે પર્યા વરણને દૂષિત થતા બચાવવાનો છે. લાભાાર્થી ખેડૂત સિંચાઈથી વધુ સોલાર પંપનો કોઈ પણ પ્રકારે દુરઉપયોગ કરશે તો આપવામાં આવેલી ગેરંટી પણ પૂર્ણ થઈ જશે. જો ખેડૂત લાભાર્થી પોતાના સોલર વોટર પંપનો દુરઉપયોગ કરે છે.

તો તેને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના સોલર પ્લાન્ટને ચોક્કસ જગ્યાએ મુકી દે. જો સમજાવાથી પણ ના માને તો તેના પર કાયદેસરની વિભાગીય કાર્યવાહી અમલમાં મુકાશે. આ અંગે અધિકારી કોઈ પણ સમયે ખેડૂતોને આપવામાં આવેલા સોલર પંપનું નિરીક્ષણ કરી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતના એ ગઢવી જે ઉલટા પગે ચાલીને દ્વારકામાં વ્હાલાના ચરણો સુધી પહોંચ્યા

0

That Garhvi of Gujarat who walked

  • Gujarat News : આવા ભક્તો હોય તો ભગવાન પણ પોતાને ધન્ય સમજતા હશે. ભગવાનને મળવા 900 કિમી ઉલટા પગે ચાલીને ગયા વાલા ગઢવી.

અનોખી ભક્તિની મિશાલ આપીએ એટલી ઓછી છે. ભક્તિ એટલે નિસ્વાર્થપણે થતી ભગવાનની સેવા. પરંતુ ક્યારેક એવા ભક્તો પણ હોય છે જેમને જોઈને ભગવાન પણ ધન્ય બની જાય છે. ત્યારે ગુજરાતના એક એવા ભક્તની ભક્તિનો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે કહેશો કે ભક્ત હોય તો આવા. પંચમહાલ જિલ્લાના નસીરપુર (Nasirpur) ગામના 66 વર્ષીય વૃદ્ધ વાલા ગઢવી ઉલટા પગે દ્વારકા (Dwarka) જવા નીકળી પડ્યા છે. આ પાછળ ન માત્ર ભક્તિ, પરંતું એક ખાસ કારણ જવાબદાર છે.

ગોધરાના નસીરપુરથી 18 મી ફેબ્રુઆરીથી તેઓએ પદયાત્રા શરૂ કરી હતી. તેઓએ ઉલટા પગે ચાલીને દ્વારકા અને સોમનાથની પદયાત્રા કરવાનું નક્કી કર્યં છે. આ પાછળ એક કારણ એવુ છે કે, બે વર્ષ પહેલા કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધો હતો. ત્યારે તેઓએ આ મહામારીથી દુનિયાનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી હતી. તેથી તેઓ હવે આ પ્રાર્થના સાથે પદયાત્રા કરવા નીકળી પડ્યા છે.

વાલા ગઢવીને ભગવાન પર અનોખી શ્રદ્ધા છે. તેથી તેઓએ આ પ્રણ લીધુ હતું. હવે જ્યારે વિશ્વ આ ભયાનક બીમારીમાંથી બહાર આવી ગયું છે ત્યારે તેઓ પોતાની બાધા પૂરી કરવા નીકળી પડ્યા છે. ખાસ તો એ છે કે, રસ્તામાં તેમને સારુ સન્માન મળી રહ્યું છે. અંદાજે 900 કિલોમીટરની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ જામનગર પહોંચ્યા હતા. ત્યારે જામનગરના ચારણ સમાજ દ્વારા ખીજડીયા પાટીયા પાસે આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

ભક્તિમાં અનોખી તાકાત છે. તેથી 66 વર્ષીય વૃદ્ધને ન તો થાક લાગે છે ન તો તેમના શરીરમાં કોઈ નબળાઈ આવી છે. તેઓ કહે છે કે, ઉલટા પગે ચાલવાનું હોવાથી થોડી મુશ્કેલી પડે છે. પરંતુ ભગવાન મારા સાથી છે. જોકે, તેમના મિત્ર તેમની પદયાત્રામાં તેમના સાથી બન્યા છે.

75 વર્ષીય વાલા જીવા આલગા પણ તેમની સાથે જોડાયા છે. તેમની યાત્રા 900 કિલોમીટર સુધીની છે. ખાસ વાત તો એ છે કે આ અગાઉ રાજસ્થાનના રામદેવડા સુધીની અંદાજે 850 કિમીની આ રીતે પદયાત્રા કરી હતી.

આ પણ વાંચો :-