- ભાજપનું નેતૃત્વ ઈચ્છતું નથી કે ગુજરાતમાં ‘આપ’ વધુ પગ પ્રસરાવે અને એટલે જ લાગ જોઈને ‘ઓપરેશન આપ’ હાથ ધરાયું
- ગુજરાતના ચૂંટાયેલા સભ્યો પણ ‘આપ’ની કટ્ટર વિચારધારાના નથી, ચૂંટણી પહેલાં ભાજપે થોડી કાળજી લીધી હોત તો પાંચ ધારાસભ્યો પણ ચૂંટાયા ન હોત અને હજુ પણ ભાજપનું નેતૃત્વ જાગ્યું ન હોત તો પાંચનાં ૨૫ થઈ શકે
- કેજરીવાલનો જમણો હાથ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોિદયાને કાયદાનાં ચક્કરમાં ઘેરી લીધા બાદ હવે કેજરીવાલ સામે કેન્દ્ર સરકારે શસ્ત્ર ઉગામીને કેજરીવાલને પણ કાયદાના ચક્કર કાપતા કરી દેતા હવે ગુજરાતની ચિંતા કરવાની કોઈને ફુરસદ નથી.
- ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ સાવ શિથિલ હાલતમાં છે, ટી.વી.ના પડદે મહામંથન કરવામાં સફળ પુરવાર થયેલા ઈસુદાન રાજકીય મહામંથન કરવામાં સાવ નિષ્ફળ રહ્યા
ભાજપની છાવણીમાં ‘આપ’નું કમોસમી માવઠું; ગુજરાતમાંથી ‘આપ’ને સાફ કરી નાંખવાનું આયોજન
Today’s Horoscope, 23 એપ્રિલ 2023, રાશિફળ : આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે કષ્ટભંજન દેવ- લખો “જય શ્રી હનુમાન”
Today’s Horoscope, 23 April 2023, Horoscope
મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.
વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.
મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.
કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું, સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.
સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ, બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.
કન્યાઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.
તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.
વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.
ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.
મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.
કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.
મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.
આ પણ વાંચો :-
Atique Ahmed ની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો
Not 3 but so many shooters
- Atique Ahmed Shooters : અતીક અહેમદ હત્યાકાંડ કેસની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવી જાણકારી મળી છે કે માફિયા બ્રધર્સને મારવા માટે શૂર્ટની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કઈ રીતે 3 લોકોએ પોલીસ કસ્ટડીમાં અતીક (Atik) અને અશરફની (Ashraf) હત્યા કરી નાખી તે બધાએ જોયું અને હવે આ હત્યાકાંડ (Massacre) મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ હત્યાકાંડને અંજામ આપવામાં 3 નહીં પરંતુ 5 શૂટર્સ સામેલ હતા.
અતીક–અશરફ મર્ડર કેસમાં એક ચોંકાવનારા ખુલાસાએ બધાના હોશ ઉડાવી દીધા છે. 2 શૂટર્સની ટીમને બેકઅપ માટે રાખવામાં આવી હતી. જેમનું કામ હતું. જો 3 શૂટર્સવાળી ટીમ કામને અંજામ ન આપી શકે તો બેકઅપવાળી ટીમ અતીક અને અશરફ પર તાબડતોડ ફાયરિંગ કરીને પોતાનું ટાસ્ક પૂરી કરી લેત. જેવું 3 શૂટર્સની ટીમે કામને અંજામ આપ્યો એવો ત્યાં હડકંપ મચી ગયો અને અફરાતફરીનો ફાયદો ઉઠાવીને બેકઅપવાળા 2 શૂટર્સ ત્યાંથી ભાગી ગયા.
સીસીટીવીથી થશે ખુલાસો :
અત્રે જણાવવાનું કે હવે એસઆઈટીની ટીમ આ બંને શૂટર્સને શોધી રહી છે. પોલીસે કોલ્વિન હોસ્પિટલની બહાર લાગેલા તમામ સીસીટીવી પોતાના કબજામાં લઈ લીધા છે. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પોલીસે આ તમામ સીસીટીવીની તપાસ કરી છે કે નહીં. પણ એટલું તો સ્પષ્ટ છે કે જો આ શૂટર્સ ત્યાં હાજર હતા તો સીસીટવીની તપાસ કરવામાં આવે તો બેકઅપવાળા શૂટર્સ સંલગ્ન કઈક ને કઈક પુરાવા જરુર મળી જશે.
એસઆઈટીને મોટી સફળતા :
અતીક અને અશરફ હત્યાકાંડમાં SIT ટીમને મોટી સફળતા મળી છે. એસઆઈટી ની ટીમ તે હોટલ પહોંચી જ્યાં શૂટર્સ રોકાયા હતા. હત્યારાઓએ પહેલા રેકી કરી હતી. અતીક અને અશરફ હત્યા મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કડીમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે જે 3 શૂટર્સ અતીકની હત્યા કરી તેઓ પ્રયાગરાજ રેલવે સ્ટેશનની નજીક બનેલી હોટલમાં રોકાયા હતા.
કેવી રીતે બનાવ્યો પ્લાન :
આ ત્રણેય શૂટર્સ 13 એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગે હોટલ પહોંચ્યા અને રૂમ નંબર 203માં એક સાથે રોકાયા. અતીક અને અશરફની હત્યા પહેલા રેકી કરવા માટે એક એક કરીને તેઓ જતા હતા. જ્યારે એક રેકી કરવા જતો તો બાકીના બે રૂમની અંદર રોકાતા હતા. હોટલ મેનેજરના જણાવ્યાં મુજબ 16 એપ્રિલના રોજ સવારે પોલીસ આ હોટલમાં પહોંચી અને અહીં ડીવીઆર અને સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે જ હોટલનું રજિસ્ટર પણ પોતાની સાથે લઈ ગઈ.
અતીક હત્યાકાંડમાં એસઆઈટીએ તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીઓના જણાવ્યા પર બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હવે મોબાઈલની રિકવરીથી પોલીસની તપાસ આગળ વધશે. મળી આવેલા બંને ફોનમાં સિમકાર્ડ નથી. હાલ SIT બંને મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાવશે અને ડેટા રિકવરી પણ કરાવશે. તેઓને આરોપીઓના જૂના નંબર પણ મળ્યા છે.
હવે આ જૂના નંબર દ્વારા એ જાણવાની કોશિશ થઈ રહી છે કે તેમનો પહેલા કેટલા લોકો સાથે સંપર્ક હતો. જૂના નંબરની CDR કાઢવામાં આવી રહી છે. SIT આજે પણ ત્રણ આરોપીઓની પૂછપરછ કરશે અને આ પૂછપરછ આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી શકે છે. પહેલા ત્રણ આરોપીઓને અલગ અલગ બેસાડીને પછી એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો :-
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે ? વાંચી લો શું કહે છે રિસર્ચ
- Drinking Water While Eating Food Is Wrong Or Right : પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો પણ વજન વધવાનું જોખમ રહે છે.
ઘણા લોકોને જમતી (eating) વખતે પાણી પીવાની આદત હોય છે. કેટલાક લોકો એવા છે કે જેઓ વધુ પડતું પાણી પીવાને કારણે પોતાનું ભોજન પૂરું કરી શકતા નથી. આપણા ઘરના વડીલો હંમેશા સલાહ આપે છે કે ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ.
કારણ કે આવું કરવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને તમારા માટે ઘણી શારીરિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. જો કે પાણી તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે. પરંતુ ખોરાક ખાતી વખતે વધુ પાણી પીવાથી પણ તમારા પર વિપરીત અસર થઈ શકે છે.
એક્સપર્ટનું માનીએ પાણી પીવાનો યોગ્ય સમય જમ્યાના 30 મિનિટ પહેલા અથવા 30 મિનિટ પછી છે. પાચન દરમિયાન આપણા પેટમાં રહેલું એસિડ ખાવામાં આવનાર ખોરાકને તોડવામાં મદદ કરે છે. જો કે જ્યારે તમે જમતી વખતે પાણીનું સેવન કરો છો. તો તેના કારણે પેટમાં એસિડ પાતળું થઈ જાય છે. જેના કારણે ખોરાકને પચાવવામાં સમસ્યા થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમ કરવાથી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે.
થઈ શકે છે એસિડિટી?
કેટલાક લોકો એવું પણ માને છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થાય છે. જો કે, હજી સુધી આ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. આવી સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે.
વધી શકે છે વજન !
પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન પણ ઝડપથી વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો વજન વધવાનો ખતરો વધી જાય છે. ભોજન કરતી વખતે વધુ પાણી પીવાથી તમારું પેટ વધારે ભરાય છે. જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ચિંતાનું કારણ બની જાય છે.
આ પણ વાંચો :-
- Avneet Kaur crossed limits : અવનીતની આવી તસવીરો જોઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા, જુઓ હોટ તસવીરો
- 14 વર્ષના બાળકને મેદાન પર ક્રિકેટ રમતાં આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત
14 વર્ષના બાળકને મેદાન પર ક્રિકેટ રમતાં આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત
- Child Heart Attack Case Of Pune : વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે. આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો.
છેલ્લા કેટલાક સમય દરમિયાન ક્રિકેટ (Cricket) રમતા મેદાન ઉપર હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે.
આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
આ અંગે મળતી જાણકારી અનુસાર મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વાનોરી વિસ્તારમાં 14 વર્ષીય વેદાંત પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. થોડીવાર ક્રિકેટ રમ્યા પછી બાળકને છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો. તે મેદાન પર જ ઢળી પડ્યો અને તરફડવા લાગ્યો. વેદાંત સાથે રમતા અન્ય બાળકો તુરંત જ વેદાંતના પિતાને આ અંગે જાણ કરવા પહોંચ્યા.
પછી તેના પિતા મેદાન પર પહોંચ્યા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકની હાલત જોઈ સ્થાનિક હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપી અને પછી મોટી હોસ્પિટલમાં તેને રિફર કરવામાં આવ્યો. બાળકના પરિવારના લોકો તેને ફાતિમા નગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા.
બાળકની હાલત ગંભીર હતી તેથી તેને તુરંત જ દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ બાળકનું મોત સારવાર દરમિયાન થયું. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકની હાલત કાર્ડિયાક એરેસ્ટ ના કારણે ખરાબ થઈ હતી અને તેના કારણે જ તેનું મોત થયું.
આ પણ વાંચો :-
દર્શકો પર ન ચાલ્યો ભાઈજાન નો જાદુ, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને મળી ખૂબ જ ફિક્કી ઓપનિંગ !
- સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે.
સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ (Kissi Ka Bhai Kissi Ki Jaan) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. ચાર વર્ષની લાંબી રાહ બાદ સલમાન ખાન (Salman Khan) ઈદના અવસર પર મોટા પડદા પર દેખાયો છે. ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે અને સમાચાર સારા નથી. જો શરૂઆતના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાનની ફિલ્મ પહેલા દિવસે જ ગરબડ થઈ ગઈ છે.
આટલી સ્ક્રીન પર રિલીઝ થઈ ફિલ્મ :
‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ ભારતમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને વિદેશમાં 1200 સ્ક્રીન્સ મળી છે. જો કે સલમાન ખાનની આ કોઈ મોટી રિલીઝ નથી. ‘ટાઈગર ઝિંદા હૈ‘ અને ‘ભારત’ જેવી ફિલ્મો તેમની મોટી ફિલ્મો હતી. જોકે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું બજેટ અને અપીલ ચોક્કસપણે તેને મોટું બનાવે છે.
પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી હતી :
સવારના શોમાં ફિલ્મને સરેરાશ ઓપનિંગ મળી હતી પણ સરેરાશ શરૂ થયા બાદ સલમાનની નવી ફિલ્મને પણ સાંજ સુધી મલ્ટીપ્લેક્સમાં ભીડ જોવા મળી હતી. મીડિયા અનુસાર, ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 15 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેની અત્યાર સુધીની ફિલ્મોના હિસાબે આ બહુ નાનો આંકડો છે.
ઈદ પર રિલીઝ થનારી સલમાનની અગાઉની ફિલ્મ ‘ભારત’ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 42.30 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘ભારત’ની સરખામણીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની કમાણી લગભગ 30 કરોડ રૂપિયા ઓછી છે. જો ફિલ્મ વીકેન્ડ પર સારી કમાણી ન કરી શકી તો બોક્સ ઓફિસ પર ચાલવું મુશ્કેલ છે.
આ પણ વાંચો :-
- VIDEO: “તને જોઈને મારુ દિલ ધક ધક થાય છે..’ ચહલે આપ્યો ધનશ્રીને દગો. ! IPLની વચ્ચે કરી નાખ્યું પ્રપોઝ
- Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, ચોખ્ખા નફાનો આંકડો જાણી રહી જશો દંગ
ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર
This home remedy
- Hair Care Tips : આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.
ખરતા વાળની (Falling hair) સમસ્યા હવે એક સામાન્ય ફરિયાદ બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ પાસેથી આ વાત સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે. ખરતા વાળને (Falling hair) અટકાવવા માટે ઘણી વખત લોકો બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે.
જે લાંબા સમય પછી વાળને ખરાબ કરે છે. આવી સ્થિતિમાં આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.
ચોખાનું પાણી :
ઘણા લોકો ચોખા પલાળેલું પાણી ફેંકી દેતા હોય છે. જો તમે પણ આવું કરતા હોય તો આજ પછી આદત બદલી દેજો કારણ કે આ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીની મદદથી વાળ સાફ કરવાથી ખરતા વાળની તકલીફ દૂર થવા લાગે છે.
લીમડો :
લીમડો પણ વાળને ખરતા અટકાવે છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. તેના માટે એક વાટકીમાં લીમડાનું પાવડર લેવો અને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂડમાં લગાડો અને 40 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં ખરતા વાળ બંધ થઈ જશે.
આ પણ વાંચો :-

