મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી અને પછી…

Share this story

Schoolgirls molested

  • અપડાઉન કરતા છાત્રો માર્કેટમાં થઈ સંસ્થાઓ પહોંચે છે. વિડિયો પરથી પોલીસ દોડી. કેટલાક વધુ સગીર આરોપી શખ્સોની શોધખોળ. સઘન પેટ્રોલીંગની જરૂર.

શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી (Super Market) પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં મોરબી (Morbi) એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે અને બે બાળ કિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે ગત તા. ૧૭ અને ૧૮ ના વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ આડા રાખીને અથવા તો આડા ઊભા રહીને તેની છેડતી કરવામાં આવતી હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થયા હતા. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને વિડિયોમાં દેખાતા શખ્સોને તાત્કાલિક ઉપાડી લેવામાં આવ્યા હતા.

હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે આરોપીઓ સામે જી.પી. એક્ટ કલમ ૧૧૦, ૧૧૧, ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રાહુલભાઈ મહેશભાઈ પટેલ (૧૯) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા (૨૦) રહે. ધૂનડા તાલુકો ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા અને અરુણભાઈ દોલતભાઈ જાદવ (૧૮) રહે. ધુનડા તાલુકો ટંકારાનો સમાવેશ થાય છે. જો કે બે બાળ કોશોર હોવાથી પોલીસે તેને કબજામાં લઈને પૂછપરછ કરીને તેના વાલીને સોપી દીધા હતા.

આ પણ વાંચો :-