Bhavnagar : જાણો યુવરાજસિંહ સામે કઈ કઈ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ, કેટલી થઈ શકે છે સજા

Share this story

Bhavnagar

  • આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.

આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Student leader Yuvraj Singh) ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમી કાંડમાં (Dummy stem) નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા. આ અંગે પોલીસે કહ્યું કે યુવરાજસિંહ (Yuvraj Singh) અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે.

આ મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવરાજની સાથે સાથે શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવરાજ અને તેમના સાથીઓ સામે કલમ 288,286 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કલમો અંગે વાત કરીએ 388 – વ્યક્તિને દબાણ કરીને પૈસા ઉઘારવાનો ગુન્હો સામેલ છે. આ કલમ હેઠળ આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે અને આ ગુન્હો બિનજામીનપાત્ર છે.

જ્યારે 120 B  – સ્વતંત્ર કલમ, ષડયંત્રની કલમ, આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે  અને આ કલમ પણ જામીનપાત્ર છે. નોંધનીય છે કે, પોલીસ ફરિયાદી બને એટલે કોર્ટમાં સમાધાનની શક્યતા રહેતી નથી.

આ પણ વાંચો :-