5 The legendary actress
- તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની (South Industry) ખૂબ જ સુંદર અભિનેત્રી, સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu), એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત એક જબરદસ્ત ફેશનિસ્ટા પણ છે. જે તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે પોતાના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલનો અવારનવાર એક્સપેરિમેન્ટ (Experiment) કરતી રહે છે. તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં તેના આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સમંથાએ લંડનમાં પ્રિયંકા ચોપરાની આગામી સિરિઝ સિટાડેલના ગ્લોબલ પ્રીમિયરમાં Bulgariનો ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને ચંકી ડાયમંડ બ્રેસલેટ સાથે બ્લેક કો-ઓર્ડિનેટિંગ સેટ પહેરીને હાજરી આપી હતી.
ડાયમંડ જ્વેલરીના આ સેટે અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સાપના ડિઝાઈનવાળા ડાયમંડ જ્વેલરીની કિંમત કેટલી છે?
https://www.instagram.com/p/CrNiJj1rroq/?utm_source=ig_embed&utm_campaign=loading
કહેવામાં આવી રહ્યું છે કે સામંથાના નેકપીસની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેના બ્રેસલેટની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રીમિયર ઈવેન્ટ માટે સામંથા દ્વારા પહેરવામાં આવેલ આઉટફિટની કિંમત 81,307 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પ્રીમિયરની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
https://www.instagram.com/p/CrNT9imom99/?utm_source=ig_embed&utm_campaign=loading
સામંથા રૂથ પ્રભુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શકુંતલમ‘માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે હવે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કુશીમાં કામ કરી રહી છ. જેમાં વિજય દેવરાકોંડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો :-