HomeNationalTwitter એ કોઈને ના છોડયા ! રાહુલ, યોગી આદિત્યનાથથી લઇને શાહરૂખ-સલમાન ખાન...

Twitter એ કોઈને ના છોડયા ! રાહુલ, યોગી આદિત્યનાથથી લઇને શાહરૂખ-સલમાન ખાન સહિત તમામના બ્લૂ ટિક હટાવ્યા

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

Twitter

  • અભિનેતા શાહરૂખ ખાન સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના બ્લૂ ચેક માર્ક હટાવી દેવામાં આવ્યા છે.

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના (Microblogging site Twitter) સીઈઓ એલન મસ્કની (CEO Elon Musk) જાહેરાત મુજબ લેગેસી વેરિફાઈડ એકાઉન્ટ (Verified account) પરથી બ્લૂ ટિક (Blue Tick) હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા શાહરૂખ ખાન સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના બ્લૂ ચેક માર્ક હટાવી દેવામાં આવ્યા છે.

ટ્વિટરના નવા નિયમો અનુસાર હવે તેમનું પ્લેટફોર્મ ફક્ત તે લોકોને જ બ્લૂ ચેક માર્ક આપશે જે ટ્વિટર બ્લૂ માટે ચૂકવણી કરે છે. કંપનીના માલિક મસ્કે ઘણા મહિનાઓ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે 20 એપ્રિલ પછી જે એકાઉન્ટ્સે પેઈડ સબસ્ક્રિપ્શન લીધું નથી તેમાંથી બ્લૂ ટિક દૂર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બ્લૂ ટિકની જરૂર હોય તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

ટ્વિટરે 31 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં તેમની કંપની લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવી દેશે. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તે બ્લૂ ટિકને હટાવી શક્યા નહોતા. પરંતુ બાદમાં તેમના એક ટ્વીટમાં મસ્કે જણાવ્યું હતું કે 20 એપ્રિલથી લેગેસી વેરિફાઈડ એકાઉન્ટની સામે બ્લૂ ચેક માર્ક ટ્વિટર પરથી દૂર કરવામાં આવશે. જો કે ભારતમાં કોઈ મોટી સેલિબ્રિટીએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની બ્લૂ ટિક હટાવવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img