21 એપ્રિલ 2023 આજનું રાશિફળ : પ્રેમ કેળવાય, ધંધામાં લાભ, આ રાશિના જાતકોને ફળદાયી સાબિત થશે, જુઓ રાશિ ભવિષ્ય

Share this story

Today 21 April 2023  Horoscope : Love will develop, gain in business, the people

મેષઃ
દિવસ દરમિયાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂ થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફથી મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુનઃ
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
દિવસ દરમિયાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો. માનસિક અસ્થિરતાવાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતાપિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યાઃ
વીમા, વકીલાત, બેંક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.

તુલાઃ
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલદી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. પણ પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધનઃ
નાણાકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતાં જણાય. સંતાન તરફથી પ્રેમ મળે. પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઊભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

મકરઃ
આજે આપ સુખ શાંતિ સમૃદ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નીની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ
પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીનઃ
સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

આ પણ વાંચો :-