Gold Silver Price Today
- Gold Price Hike : મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું 60 હજારની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ચાલો જાણીએ કે દિલ્હીથી તમારા શહેર સુધી સોનાની કિંમત શું છે.
Gold Silver Price Today: આ વખતે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ 22 એપ્રિલે આવશે. પહેલેથી જ વૈશ્વિક અને ભારતીય બજારમાં (Indian market) સોનાના ભાવમાં વધારો થયો છે. કોમોડિટી માર્કેટમાં સોનું 60 હજારથી વધુનો કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં (Silver) ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ તે 75 હજારની ઉપર છે.
એમસીએક્સ પર કેટલું ચમક્યું સોનું :
MCX પર આજે એટલે કે 20 એપ્રિલ, 2023ના રોજ જૂન વાયદા માટે સોનું રૂ. 60340 પ્રતિ 10 ગ્રામ હતું, જેનું દિવસનું ઉચ્ચ સ્તર રૂ. 60349 પ્રતિ 10 ગ્રામ અને નિમ્ન સ્તર રૂ. 60157 પ્રતિ 10 ગ્રામ હતું. MCX પર સોનું 0.09 ટકા અથવા રૂ. 52 વધ્યું છે. ચાંદીની વાત કરીએ તો તે 0.02 ટકા અથવા 13 રૂપિયાના ઘટાડા સાથે 75459 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. તેનું દિવસનું ઉચ્ચ સ્તર રૂ. 75512 અને નિમ્ન સ્તર રૂ. 75011 પ્રતિ કિલો છે.
છૂટક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો :
જો તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો આજે છૂટક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ભારતના ઘણા શહેરોમાં સોનું સસ્તું થઈ ગયું છે. એટલું જ નહીં ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ કે કયા શહેરોમાં સોનું અને ચાંદી કેટલા સસ્તા થયા?
ચાંદીના ભાવમાં ઘટાડો :
દિલ્હીમાં ચાંદી 77,400 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે મુંબઈ, કોલકાતા અને અન્ય કેટલાક શહેરોમાં તેની કિંમત સમાન છે. બીજી તરફ ચેન્નાઈમાં ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યાં ચાંદી 81,000 રૂપિયા પ્રતિ કિલો છે.