આ કંપનીના શેર એટલે રોકેટ, 5 દિવસમાં જ આપ્યું 70% વળતર ; સતત ઉપર જઈ રહ્યા છે ભાવ

Share this story

Shares of this company

  • મંગળવારે 18 એપ્રિલ, 2023ના રોજ શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ ડીસીએમ ફાઈનાન્શિયલ સર્વિસિઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં કારોબાર શરૂ થતાની થોડી વાર પછી આ શેરમાં અપર સર્કિટ લાગ્યું અને તે 9.48 ટકાના ઉછાળા સાથે 6.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા.

શેરબજારમાં (Stock market) બહુ જ ઉતાર-ચઢાવ બનેલો છે. આમાં કયો શેર ક્યારે આસમાને પહોંચે અને કયો શેર કંગાલ બનાવી દે તે કહી ન શકાય. બજારમાં જોરદાર વળતર આપનારા ઘણા શેર ઉપલબ્ધ છે. જે તેમના રોકાણકારોને (Investors) જોરદાર ફાયદો કરાવી રહ્યા છે. આવો જ એક શેર છે DCM Financial Services જેમાં રૂપિયા લગાવનારા લોકોને ગત 5 દિવસોથી જલસાં પડી ગયા છે. આ દરમિયાન શેરનો ભાવ 70 ટકા વધ્યો છે.

મંગળવારે 18 એપ્રિલ, 2023ના રોજ શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ ડીસીએમ ફાઈનાન્શિયલ સર્વિસિઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં કારોબાર શરૂ થતાની થોડી વાર પછી આ શેરમાં અપર સર્કિટ લાગ્યું અને તે 9.48 ટકાના ઉછાળા સાથે 6.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા.

DCM Financial Servicesના આ શેરની કિંમતમાં ગત 5 કારોબારી દિવસોમાં જ 70 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયમાં આ શેરની ચાલ પર નજર કરીએ, તો 11 એપ્રિલે તેની કિંમત 3.80 રૂપિયા હતી. જે આગામી દિવસ એટલે કે 12 એપ્રિલના રોજ 4.05 રૂપિયા પર પહોંચી ગઈ.

તેના આગામી દિવસે 13 એપ્રિલે તે 4.85 રૂપિયા પર પહોંચીને બંધ થયા. 17 એપ્રિલ સોમવારે પણ આ શેરમાં જોરદાર તેજી કાયમ રહી અને બજાર બંધ થવાના સમયે શેર 5.80 રૂપિયાના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે આ શેરનો ભાવ 6.35 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

માત્ર પાંચ દિવસોમાં જ નહિ પણ DCM Financial Servicesના આ શેરે તેના રોકાણકારોને ગત 1 વર્ષમાં જોરદાર વળતર આપ્યું છે. આ શેરના ભાવામં 1 વર્ષમાં 126.79 ટકાનો વધારો થયો છે. 18 એપ્રિલ 2022ના રોજ તેની કિંમત 2.80 રૂપિયા હતી. આ વચ્ચે 22 સપ્ટેમ્બર 2022ના રોજ આ શેરે તેની 52 સપ્તાહની ઊંચાઈને સ્પર્શ કરી હતી અને તે ઉછળીને 11.20 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી 2.50 રૂપિયા છે.

ગત 5 વર્ષોમાં પણ આ શેર તેના રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. આ દરમિયાન શેરે લગભગ 225 ટકાનું વળતર આપ્યું છે. આ એક સ્મોલ કેપ કંપની છે અને ઈક્વિપમેન્ટ લીજિંગ, હાયર-પર્ચેજ, એન્ટર-કોર્પોરેટ ડિપોઝીટ, બિલ છૂટ વગેરે જેવી તમામ તેવાઓ આપવાનું કામ કરે છે.