Bollywood actress Mahi Gill
- Bollywood : 6 વર્ષીય બાળકીની માતા અને ફેમસ એક્ટ્રેસ માહી ગિલે બીજા લગ્ન કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે તેણે ગુપચુપ રીતે આ લગ્ન કરી ફેન્સને ચોંકાવી દીધાં છે.
47 વર્ષની અત્યંત સુંદર એક્ટ્રેસ માહી ગિલ (Mahi Gill) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ વાતોને લઈને હંમેશા ચર્ચામાં હોય છે. તેણે દેવ ડી, ગુલાલ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, પાન સિંહ તોમર (Pan Singh Tomar) જેવી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે. છેલ્લાં 2 વર્ષોથી માહી ન તો વેબ સીરીઝમાં જોવા મળી રહી છે ન તો સિનેમામાં. હવે ખબર મળી છે કે માહીએ ચુપચાપ બીજાં લગ્ન કરી લીધાં છે અને હાલમાં પોતાના પતિ સાથે ગોવામાં રહે છે.
‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’
મીડિયા રિપોર્ટ અનિસાર માહી પોતાના પતિ રવિ કેસર અને પુત્રી વેરોનિકાની સાથે ગોવામાં રહે છે. રવિ અને માહી ઘણાં વર્ષોથી એકબીજાં સાથે સંબંધમાં હતાં. મળતી માહિતી અનુસાર માહીએ પોતાનાં બીજા લગ્નની વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે તે કેસરની સાથે 6 વર્ષોથી રિલેશનશિપમાં છે. રિપોર્ટ અનુસાર માહીએ કહ્યું કે ‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’
17 વર્ષની ઉંમરે પહેલાં લગ્ન 47 વર્ષની ઉંમરે બીજાં :
મીડિયા રિપોર્ટ અનુસાર માહીએ પહેલા લગ્ન 17 વર્ષની ઉંમરે જ કરી લીધાં હતાં. પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ચાલી ન શક્યાં. તેના પછી માહીએ ક્યારેય લગ્ન ન કર્યાં. જો કે હવે માહિતી મળી આવી છે કે માહીએ બીજા લગ્ન કર્યાં છે. તેના પતિ રવિ કેસર બિઝનેસમેન છે અને તેમણે શોર્ટ ફિલ્મમાં અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.
આ પણ વાંચો :-
- આ અભિનેત્રી YRFના સ્પાય યુનિવર્સમાં કરશે એન્ટ્રી ? શરૂ કરી દીધી એક્શનની ધમાકેદાર તૈયારીઓ
- ઘરના વડીલો જૂતાં-ચંપલ ઉંધા ન રાખવા કેમ કરે છે ટકોર ? વાસ્તુ શાસ્ત્રમાં આપેલું છે અસલી કારણ, જાણો શું