Why do the elders
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ.
Vastu tips : ઘર હોય કે બહાર બૂટ (boot) કે ચંપલ ઉંધા પડેલા જોઈને દરેક મૂંઝાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બૂટ-ચંપલને શા માટે ઉંધા ન રાખવા જોઈએ? આ પાછળનું કારણ શું છે ? જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ઘરની અંદર કે બહાર બૂટ–ચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે ચપ્પલ અને શૂઝને ઉંધા ન રાખવા જોઈએ. આવો જાણીએ બૂટ-ચંપલને ઉંધા રાખવાથી બીજી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.
ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા હોવા પર થઇ શકે છે આ સમસ્યા :
- ઘરમાં ઉંધા બૂટ-ચંપલ હોય તો ઘરમાં ઝઘડા થાય છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.
- દરવાજાની સામે બૂટ-ચંપલ ઉંધુ રાખવાથી ઘરમાં વિવાદ થઈ શકે છે.
- ઘરના દરવાજા પર ભૂલથી પણ બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ. આનાથી પરિવારના સભ્યોની વિચારસરણી પર ખરાબ અસર પડે છે.
- બૂટ-ચંપલ ઉંધા રાખવાથી ઘરમાં રોગ, દુ:ખ વગેરે આવવા લાગે છે. એટલા માટે જો બૂટ-ચંપલ ઉંધા હોય તો તેને તરત સીધા કરો.
- માનવામાં આવે છે કે ઘરમાં બૂટ-ચંપલ ઉંધા રાખવાથી તણાવનું વાતાવરણ બને છે.
- બૂટ-ચંપલ ઉંધા રાખવાથી શનિદેવનો પ્રકોપ થાય છે. કારણ કે શનિદેવને પગનો કારક માનવામાં આવે છે.
- બૂટ-ચંપલ ક્યારેય ઉંધા ન રાખો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
- વાસ્તુ અનુસાર જો બૂટ-ચંપલ ઉંધા હોય તો ઘરની સકારાત્મકતા જતી રહે છે.
- બૂટ-ચંપલ ઉંધા હોવાના કારણે પરિવારના સુખ-શાંતિમાં ઘણી અડચણો આવે છે.
પશુ-પક્ષીને દાણા ના નાંખવા :
જો તમે પશુ-પક્ષીઓને દાણા નથી નાંખતા તો આજથી જ તેમને દાણા નાંખવાનું શરૂ કરી દો. કારણ કે મૂંગા પ્રાણીઓને ખવડાવવાથી કુંડળીના અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે અને બુધ ગ્રહ પણ બળવાન બને છે. તેનાથી કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે.
DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે.
આ પણ વાંચો :-