ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું તેડું, આજ સાંજ સુધીમાં કરવું પડશે આ કામ

Share this story

Yuvraj Singh has to be called

  • યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો. ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર. રાજ્યમાં ચકચારી બનેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ડમીકાંડ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે.

ગુજરાતમાં (Gujarat) એક બાદ એક સરકારી ભરતીની (Government Recruitment) પરીક્ષાઓ વિવાદમાં આવતી જાય છે. અત્યાર સુધી લેવાયેલી ઘણી બધી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓમાં પેપર ફોડનાર અથવા ગેરરીતિ આચરીને (Malpractice) પેપર ખરીદીને પરીક્ષા આપનાર અંગે સરકારનું ધ્યાન દોરના યુવા નેતા યુવરાજસિંહની (Yuvraj Singh) મુશ્કેલીઓમાં વધારે થયો છે. યુવરાજસિંહને ભાવનગર ડમી કાંડમાં (Bhavnagar Damikand) પોલીસનું તેડું આવ્યું છે.

સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે. તેથી આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહેવું પડશે. સમગ્ર મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે. જો યુવરાજસિંહ સમન્સનો જવાબ આપવા નિશ્ચિત સમય અવધીમાં હાજર ન થાય તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમી કાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.

ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી છે.

ડમી ઉમેદવાર કાંડમાં મિલન ઘુઘાની પણ અટકાયત કરવામાં આવી છે. મિલને સરકારી ભરતીમાં 7 વાર પરીક્ષા આપી હતી. ધોરણ 12માં ફિઝિક્સનું પેપર તેણે ડમી ઉમેદવાર તરીકે આપ્યું હતું. મિલને દેવર્ષિ નામના વિદ્યાર્થી વતી 12માં ફિઝિક્સનું પેપર ડમી ઉમેદવાર તરીકે આપી હતી. દેવર્ષિ અત્યારે ફિલિપાઈન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. તેની પૂછપરછ દરમ્યાન અન્ય લોકોના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સૌથી પહેલાં પકડાયેલા ચાર આરોપીઓ શરદ પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ડમી કાંડમાં મોટી ભૂમિકા છે. આ ટોળકી ડમી ઉમેદવાર તરીકે બેસાડવાની શરૂઆત ધોરણ 12ની પરીક્ષાથી કરતી હતી. શરદ અને પીકે રમણીક જાની પાસેથી ડમી ઉમેદવારો મેળવતા હતા. શરદ અને પીકે ડમી ઉમેદવાર માટે અસલી ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેતા હતા.

જેમાંથી ડમી ઉમેદવારને પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા ચૂકવતા હતા. આરોપી બળદેવ ઉમેદવાર માટે નકલી કોલ લેટર અને ડોક્યુમેન્ટ ઉભા કરવાના 10 હજાર રૂપિયા લેતો હતો. તો આ તરફ ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ SITની રચનાના નિર્ણય અને કામગીરીને વખાણી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે હજુ તેમની પાસે ડમી કાંડને લગતી સ્ફોટક માહિતી છે. જેને તેઓ SITને આપવા તૈયાર છે.

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા :

ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે. જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.

આ પણ વાંચો :-