15 હજાર આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, પછી ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર રૂમમાં….

Share this story

Models were called to hotels 

  • Aarti Mittal Arrested : ફિલ્મી દુનિયા બહારથી જેટલી સારી અને સાફ-સુધરી દેખાય છે અંદરથી એટલી જ ગંદી અને ખરાબ પણ છે. બહારથી આપણને જે હીરો કે અભિનેતાઓ કે કલાકારો જેટલાં સારા દેખાય છે વાસ્તવમાં તે એટલાં સારા હોય એ જરૂરી નથી. અહીં પડદા પાછળની દુનિયા કંઈક અલગ જ છે. જ્યાં શરીરનો સોદો પણ થાય છે.

આ વખતે સેક્સ રેકેટ (Sex racket) ચલાવતી ફેમસ ડિરેક્ટર (Famous director) પણ રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની (Aarti Mittal) ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ (Aarti Mittal) ચલાવી રહી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ સેક્સ રેકેટ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. પોલીસે તેમની ધરપકડ કરી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટસનું માનીએ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરેગાંવના એક સ્થળેથી બે મોડલને બચાવ્યા અને પછી તેમને રિહેબ સેન્ટરમાં મોકલી દીધા.

મોડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે પોલીસે ડમી ગ્રાહકોને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટની માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને મળી હતી.

આ રીતે આરતી મિત્તલ પકડાઈ :

સામે આવી રહેલા અહેવાલો અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને આ સેક્સ રેકેટની માહિતી મળી હતી. ત્યારબાદ તેણે એક ટીમ બનાવી અને આરતી મિત્તલને ગ્રાહક તરીકે ઉભો કરીને બોલાવ્યો અને તેના મિત્રો માટે 2 છોકરીઓની માંગણી કરી. આરતીએ તેના બદલે 60,000 રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે આરતી જ્યારે તેમને વિવિધ પ્રોજેક્ટસ દરમિયાન વેશ્યાવૃત્તિમાં જોડાવા માટે સારા પૈસા ઓફર કરતી હતી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો :-