દેશમાં પહેલા Apple સ્ટોરની શરૂઆત, CEO ટીમ કુકે કર્યું ગ્રાહકોનું સ્વાગત, સેલ્ફી લેવા થઈ પડાપડી

Share this story

Opening of the first Apple store 

  • Apple Retail Store Open in Mumbai : ભારતનો પહેલો એપ્પલ સ્ટોર આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ગયો છે. સ્ટોરનું ઉદ્ધાટન એપ્પલના CEO ટિમ કુકે કહ્યું. ટિમ કુક આજે પોતે પણ એપ્પલ સ્ટોરમાં ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યા છે.

ભારતનો (India) પહેલો એપ્પલ સ્ટોર (Apple Store) મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ગયો છે. સ્ટોરનું ઉદ્ઘાટન એપ્પલના CEO ટિમ કુકે કર્યું. સ્ટોરનો દરવાજો ખોલીને ટિમ કુકે (Tim Cook) ઓપચારિક ઉદ્ઘાટન કર્યું. બહાર આવીને ટિમ કુકે હાથ હલાવીને રાહ જોઈ રહેલા લોકોનું અભિવાદન કર્યું અને બાદમાં નમસ્તે પણ કહ્યું.

ટિમ કુક પોતે પણ એપ્પલ સ્ટોરમાં આવેલા ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપ્પલ સ્ટોર પર સેલિબ્રેશનનો માહોલ છે. એપ્પલના સ્ટાફ ઉત્સાહિત છે. ટિમ કુકે પોતે પણ સ્ટાફમાં જોશ ભર્યો. શરૂઆતમાં લોકોની ટિમ કુકની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહી હતી.

ટિમ કુકે ટવીટર પર કરી હતી જાહેરાત :

આ પહેલા ટિમ કુકે ટવીટ કરી કહ્યું હતું કે તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપ્પલ સ્ટોરમાં કસ્ટમર્સનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બુધવારે દિલ્હીમાં ટિમ કુક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય સુચના પ્રૌદ્યોગિક મંત્રી રાજીવ ચંદ્રશેખરને પણ મળશે. ત્યાર બાદ ગુરૂવારે દિલ્હીમાં પણ ટિમ કુક એપ્પલના સ્ટોરનું ઉદ્ઘાટન કરશે.