Thursday, Jun 19, 2025

મર્ડરની 1 મિનિટ પહેલાં અતીકને મળવા આવ્યો હતો અજાણ્યો વ્યક્તિ, માફિયાએ કર્યો હતો ઈશારો

2 Min Read

A stranger came  

  • Umesh pal murder

    : માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ(Atique Ahmed) ની હત્યા પહેલા એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અતીક અહેમદ કોલવિન હોસ્પિટલ (Colvin Hospital) ના ગેટ પર પોલીસની કારમાંથી નીચે ઉતરતાની સાથે જ ઈશારા કરતો જોવા મળે છે.

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ (Atique Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદ (Ashraf Ahmed) ની શનિવારે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં અતીક અહેમદ પોલીસની કારમાંથી નીચે ઉતરતાની સાથે જ કોલવિન હોસ્પિટલ (Colvin Hospital) ના ગેટ પર ઈશારા કરતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે હત્યાના થોડા સમય પહેલા કોલવિન હોસ્પિટલના ગેટ પર એક અજાણ્યો વ્યક્તિ અતિક અહેમદને મળવા આવ્યો હતો. જેને જોઈને અતિકે માથું હલાવ્યું હતું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યો વ્યક્તિ અતીક અહેમદ (Atique Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદ (Ashraf Ahmed) ને તેમની હત્યાના પ્લાનિંગ વિશે જાણ કરવા હોસ્પિટલ પહોંચ્યો હતો. હત્યાના એક મિનિટ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં અતીક અહેમદે કારમાંથી નીચે ઉતરતાની સાથે જ અજાણ્યા વ્યક્તિને જોઈને માથું હલાવ્યું હતું. તેને જોઈને અતીક અહેમદ એક ક્ષણ માટે થંભી ગયો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે અજાણ્યો વ્યક્તિ કોણ હતો. જેને જોઈને અતીકે માથું હલાવ્યું.

તમને જણાવી દઈએ કે અતીક અહેમદ (Atique Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદ (Ashraf Ahmed) ને શનિવારે પ્રયાગરાજમાં ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે પોલીસ બંનેનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે કોલવિન હોસ્પિટલ (Colvin Hospital) પહોંચી હતી. આ દરમિયાન પત્રકારોના સ્વાંગમાં આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરીને અતીક અને અશરફની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :-

Share This Article