ગુજરાતની ધરતી રણની જેમ તપી શકે છે થઈ ચૂકી છે સંકટમાં મૂકી શકે તેવી આગાહી

Share this story

Gujarat’s land may heat up like a desert

Gujarat weather Forecast : હજુ પણ 4 દિવસ રાજ્યભરમાં પડશે કાળઝાળ ગરમી. 40થી 41 ડિગ્રી રહેશે તાપમાન. બપોરે કામ વગર બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ.

Heatwave Alert : ગુજરાતમાં (Gujarat) હવેના દિવસો બહુ જ ભારે બની રહેશે, કારણ કે આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની (Weather account) આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો (Heat) સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.

હાલ કોઈ યલો એલર્ટ નહીં તો સાથે જ રાહતના સમાચારએ પણ છે કે તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. આગામી 2 દિવસ બાદ મહત્ત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. હાલ તાપમાન સંપૂર્ણ સામાન્ય છે.

આ પણ વાંચો :-