Thursday, Jun 19, 2025

બચ્ચન પરિવારની લાડલી આરાધ્ય બચ્ચને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા ! જાણો શું કે સમગ્ર મામલો

2 Min Read

Aaradhya Bachchan

  • આરાધ્યા માઈનર હોવાના કારણે પરિવાર આ મામલાને સીરિયસલી લઈ રહ્યો છે. આ પહેલા પણ અભિષેક બચ્ચન સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ આરાધ્યા વિશે કોઈ પ્રકારના ખોટા સમાચાર સહન નહીં કરે.

બચ્ચન પરિવારની લાડલી આરાધ્ય બચ્ચને (Aaradhya Bachchan) હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચનની 11 વર્ષની દીકરી આરાધ્યાને લઈને કેટલાક ફેક ન્યૂઝ ચાલી રહ્યા હતા. જેનો મામલો હવે હાઈકોર્ટ (High Court) પહોંચ્યો છે. સતત ચાલતા ખોટા સમાચારોથી લઈને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા તંગ આવી ગયા હતા. જેથી તેઓ ન્યાયતંત્રના શરણે ગયા છે.

અભિષેક અને ઐશ્વર્યાએ ફેક ન્યૂઝ પબ્લિશ કરનાર સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. કેટલાક સમય પહેલા આરાધ્યાના સ્વાસ્થ્ય મામલે યૂટ્યૂબલ ટેબ્લોઈડે કેટલીક અફવાઓ ચલાવી હતી. જે બાદ બચ્ચન પરિવાર ખફા છે અને અફવાઓ ફેલાવનારાઓ સામે પગલાં લેવા માંગે છે. હવે સૌની નજર એ વાત પર છે કે, કોર્ટ કેવું વલણ અપનાવે છે.

બોલીવુડ સેલેબ્સ અને ફેક ન્યૂઝનો સંબંધ જૂનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી સેલેબ્સ વિશે અનેક પ્રકારના સમાચારો છપાતા રહે છે. જેને કેટલાય લોકો સાચા માની લે છે. પરંતુ બચ્ચન પરિવારે તેની સામે લડવાનો નિર્ણય લીધો છે અને દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરે છે. આરાધ્યા માઈનર હોવાના કારણે પરિવાર આ મામલાને સીરિયસલી લઈ રહ્યો છે. આ પહેલા પણ અભિષેક બચ્ચન સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ આરાધ્યા વિશે કોઈ પ્રકારના ખોટા સમાચાર સહન નહીં કરે.

આ પણ વાંચો :-

Share This Article