14 વર્ષના બાળકને મેદાન પર ક્રિકેટ રમતાં આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

Share this story
14-year-old boy
  • Child Heart Attack Case Of Pune : વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે. આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો.

છેલ્લા કેટલાક સમય દરમિયાન ક્રિકેટ (Cricket) રમતા મેદાન ઉપર હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે.

આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

આ અંગે મળતી જાણકારી અનુસાર મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વાનોરી વિસ્તારમાં 14 વર્ષીય વેદાંત પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. થોડીવાર ક્રિકેટ રમ્યા પછી બાળકને છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો. તે મેદાન પર જ ઢળી પડ્યો અને તરફડવા લાગ્યો. વેદાંત સાથે રમતા અન્ય બાળકો તુરંત જ વેદાંતના પિતાને આ અંગે જાણ કરવા પહોંચ્યા.

પછી તેના પિતા મેદાન પર પહોંચ્યા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકની હાલત જોઈ સ્થાનિક હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપી અને પછી મોટી હોસ્પિટલમાં તેને રિફર કરવામાં આવ્યો. બાળકના પરિવારના લોકો તેને ફાતિમા નગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા.

બાળકની હાલત ગંભીર હતી તેથી તેને તુરંત જ દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ બાળકનું મોત સારવાર દરમિયાન થયું. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકની હાલત કાર્ડિયાક એરેસ્ટ ના કારણે ખરાબ થઈ હતી અને તેના કારણે જ તેનું મોત થયું.

આ પણ વાંચો :-