દર્શકો પર ન ચાલ્યો ભાઈજાન નો જાદુ, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને મળી ખૂબ જ ફિક્કી ઓપનિંગ !

Share this story
Kisi Ka Bhai Kisi Ki Jaan
  • સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે.

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ (Kissi Ka Bhai Kissi Ki Jaan) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. ચાર વર્ષની લાંબી રાહ બાદ સલમાન ખાન (Salman Khan) ઈદના અવસર પર મોટા પડદા પર દેખાયો છે. ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે અને સમાચાર સારા નથી. જો શરૂઆતના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાનની ફિલ્મ પહેલા દિવસે જ ગરબડ થઈ ગઈ છે.

આટલી સ્ક્રીન પર રિલીઝ થઈ ફિલ્મ :

કિસી કા ભાઈ કિસી કી જાન‘ ભારતમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને વિદેશમાં 1200 સ્ક્રીન્સ મળી છે. જો કે સલમાન ખાનની આ કોઈ મોટી રિલીઝ નથી. ‘ટાઈગર ઝિંદા હૈ‘ અને ‘ભારત’ જેવી ફિલ્મો તેમની મોટી ફિલ્મો હતી. જોકે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું બજેટ અને અપીલ ચોક્કસપણે તેને મોટું બનાવે છે.

પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી હતી :

સવારના શોમાં ફિલ્મને સરેરાશ ઓપનિંગ મળી હતી પણ સરેરાશ શરૂ થયા બાદ સલમાનની નવી ફિલ્મને પણ સાંજ સુધી મલ્ટીપ્લેક્સમાં ભીડ જોવા મળી હતી. મીડિયા અનુસાર, ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 15 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેની અત્યાર સુધીની ફિલ્મોના હિસાબે આ બહુ નાનો આંકડો છે.

ઈદ પર રિલીઝ થનારી સલમાનની અગાઉની ફિલ્મ ‘ભારત’ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 42.30 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘ભારત’ની સરખામણીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની કમાણી લગભગ 30 કરોડ રૂપિયા ઓછી છે. જો ફિલ્મ વીકેન્ડ પર સારી કમાણી ન કરી શકી તો બોક્સ ઓફિસ પર ચાલવું મુશ્કેલ છે.

આ પણ વાંચો :-