શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે ? વાંચી લો શું કહે છે રિસર્ચ

Share this story
Do you also have a habit
  • Drinking Water While Eating Food Is Wrong Or Right : પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો પણ વજન વધવાનું જોખમ રહે છે.

ઘણા લોકોને જમતી (eating) વખતે પાણી પીવાની આદત હોય છે. કેટલાક લોકો એવા છે કે જેઓ વધુ પડતું પાણી પીવાને કારણે પોતાનું ભોજન પૂરું કરી શકતા નથી. આપણા ઘરના વડીલો હંમેશા સલાહ આપે છે કે ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ.

કારણ કે આવું કરવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને તમારા માટે ઘણી શારીરિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. જો કે પાણી તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે. પરંતુ ખોરાક ખાતી વખતે વધુ પાણી પીવાથી પણ તમારા પર વિપરીત અસર થઈ શકે છે.

એક્સપર્ટનું માનીએ પાણી પીવાનો યોગ્ય સમય જમ્યાના 30 મિનિટ પહેલા અથવા 30 મિનિટ પછી છે. પાચન દરમિયાન આપણા પેટમાં રહેલું એસિડ ખાવામાં આવનાર ખોરાકને તોડવામાં મદદ કરે છે. જો કે જ્યારે તમે જમતી વખતે પાણીનું સેવન કરો છો. તો તેના કારણે પેટમાં એસિડ પાતળું થઈ જાય છે. જેના કારણે ખોરાકને પચાવવામાં સમસ્યા થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમ કરવાથી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે.

થઈ શકે છે એસિડિટી?

કેટલાક લોકો એવું પણ માને છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થાય છે. જો કે, હજી સુધી આ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. આવી સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે.

વધી શકે છે વજન !

પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન પણ ઝડપથી વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો વજન વધવાનો ખતરો વધી જાય છે. ભોજન કરતી વખતે વધુ પાણી પીવાથી તમારું પેટ વધારે ભરાય છે. જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ચિંતાનું કારણ બની જાય છે.

આ પણ વાંચો :-