Home Blog Page 1066

આ છે વિશ્વનો સૌથી લાંબો હાઈવે, 30,000 KM લાંબી મુસાફરી કરવામાં મહિનાઓ વીતી જશે !

This is the longest highway  

  • Pan American Highway : પાન અમેરિકન હાઈવે રસ્તાઓનું એવુ નેટવર્ક છે જે સમગ્ર અમેરિકામાં ફેલાયેલ છે અને તેની કુલ લંબાઈ આશરે 30,000 કિલોમીટર (19,000 માઈલ) છે.

કારના શોખીનોનો શોખ માત્ર વાહન ખરીદવાથી પૂરો થતો નથી. વાસ્તવમાં ડ્રાઈવિંગની (Driving) ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે રસ્તાઓ શાનદાર હોય. દેશના વિકાસ માટે સારા રસ્તાઓ સૌથી મહત્વપૂર્ણ શરતોમાં એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મોટા પાયે રસ્તાઓનું નિર્માણ થયું છે.

NH 44 એ ભારતનો સૌથી લાંબો રસ્તો છે જેની કુલ લંબાઈ 4,112 KM છે અને જે કન્યાકુમારીથી શરૂ થઈને શ્રીનગર સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી લાંબો હાઈવે કયો છે? આજે અમે તમને આ વિશે જણાવીશું.

બે પત્નીએ જાહેરમાં કરી એવી મારામારી…. પતિ વચ્ચે પડ્યો તો તેને પણ ચપ્પલથી માર્યો

0

Two wives fought in public…. 

  • Trending Video : સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓ જાહેરમાં બાથંબાથી કરી રહી છે. એક બીજાના વાળ ખેંચી રહી છે અને લાફાવાળી કરી રહી છે. બંને મહિલાઓ વચ્ચે એક પુરુષ પણ છે જે તેમને છોડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા (Social media) પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓ (woman) જાહેરમાં બાથંબાથી કરી રહી છે. એક બીજાના વાળ ખેંચી રહી છે અને લાફાવાળી કરી રહી છે. બંને મહિલાઓ વચ્ચે એક પુરુષ પણ છે જે તેમને છોડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તેને પણ મહિલાએ ચપ્પલોથી પીટ્યો. વીડિયો નાલંદાનો હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ આ બંને મહિલાઓનો પતિ છે. પતિ પર એવો આરોપ છે કે તેણે દગો કરીને બીજા લગ્ન કરી લીધા. ત્રણેયનો આમનો સામનો એક હોસ્પિટલમાં થઈ ગયો. મહિલાએ જ્યારે પતિને કોઈ બીજી મહિલા સાથે જોયો તો તેના વાળ પકડીને ખેંચવા લાગી હતી. બંને મહિલાઓ એકબીજાને લાફા મારતી જોવા મળી.

બંને મહિલાઓને છોડાવવા માટે જ્યારે પતિ વચ્ચે પડ્યો તો તેની પણ ચપ્પલોથી પીટાઈ શરૂ કરી દેવાઈ. ત્યાં ઊભેલા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી જે વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં થઈ રહેલી પીટાઈ જોઈને ગાર્ડે તેમને પરિસરથી ભગાડ્યા ત્યારે આ લડાઈ શાંત પડી.

મળતી માહિતી મુજબ પતિનું નામ પ્રેમજીત સાવ છે. 10 વર્ષ પહેલા તેના લગ્ન જુલી કુમારી સાથે થયા હતા. ત્યારબાદ પ્રેમજીતે ગત વર્ષે અનીશાકુમારી સાથે બીજા લગ્ન કર્યા. અનીશા હવે ગર્ભવતી છે જેને લઈને પતિ પ્રેમજીત હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીં તેનો સામનો પહેલી પત્ની સાથે થઈ ગયો.

હોસ્પિટલમાં ત્રણેયનો આમનો સામનો થતા આ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો જે મોડે સુધી ચાલતો રહ્યો. જો કે પ્રેમજીતની માતાનું કહેવું છે કે તે જૂલીકુમારી (પહેલી પત્ની)ને જ તેની વહુ ગણે છે. જ્યારે પ્રેમજીતનું કહેવું છે કે પહેલી પત્ની ખુબ હેરાન કરતી હતી. અત્રે જણાવવાનું કે જૂલી કુમારી અને પ્રેમજીતના બે બાળકો પણ છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં રમકડા વેચી ફેમસ થયેલા ફેરિયા અવધેશ દુબે ફરી ચર્ચામાં.. વીડિયો વાયરલ

0

Feria Awadhesh Dube, who became

  • Awadhesh Dubey Video Viral : સુરતમાં ફેરિયાનો RPF જવાનો પર આરોપ. RPF જવાનો વારંવાર હેરાન કરતો હોવાનો લગાવ્યો આરોપ. ટ્રેનમાં રમકડાં વેચનાર અવધેશ દુબેનો વીડિયો વાયરલ.

મોદીજીના (Modi) ગીતો ગાઈને ટ્રેનમાં રમકડા વેચતો ફેરિયો સોશિયલ મીડિયા (Social media) પર બહુ જ ફેમસ બન્યો હતો. અવધેશ દુબેને આરપીએફના જવાનો દ્વારા નવસારી રેલવે સ્ટેશન (Navsari Railway Station) ઉપર પકડવામાં આવ્યો અને ત્યારબાદ તેને વલસાડ આરપીએફને સોંપી દેવાયો હતો. ત્યારે વલસાડના રહેવાસી ફેમસ અવધેશ દૂબેએ રેલવે પોલીસના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. રેલવેમાં ફરિયા તરીકે રમકડા વેચનાર અવધેશ દુબેનો આરપીએફ જવાનોની હેરાનગતિથી સ્યૂસાઈડ કરી લેવાની ચીમકી ઉચ્ચારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અવધેશ દુબે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં છેલ્લા ઘણા સમયથી રમકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે અવધેશ દુબેએ આરપીએફના સિવિલ ડ્રેસમાં આવતા પોલીસ જવાનો જબરદસ્તી પૈસા માંગી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યા છે.

અવધેશ દૂબેએ રેલવે મંત્રી અને PM ને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી ન્યાયની અપીલ કરી છે. અને જો ન્યાય ન મળે તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. અવધેશ દૂબેનો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અવધેશે વીડિયોમાં શું કહ્યું…

અવધેશ દુબેએ જણાવ્યું હતું કે આજે ફરી એક વખત આરપીએફ જવાનોની દાદાગીરી સામે આવી છે તેઓ કોઇપણ પ્રકારના યુનિફોર્મમાં ન હતા. પહેલા તો મેં તેમને પૂછ્યું કે તે કોણ છે. ત્યારે એમને કહ્યું કે અમે આરપીએફ જવાન છીએ. ત્યારબાદ અમે લાયસન્સ વગર વેચાણ કરી રહ્યા હોવાની વાત મૂકીને અન્ય ફેરિયાઓને કેસ કરવાની ધમકી આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. જોકે, મેં તેમને પૈસા આપવાની ના પાડતા તે બંને આરપીએફ જવાનોએ મને તમાચા મારવાના શરૂ કરી દીધા હતા અને ત્યારબાદ તેમણે આરપીએફ વલસાડને મને સોંપી દીધો હતો.

હું છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેનમાં રમકડા વેચું છું પરંતુ જે વ્યક્તિઓ આજે યુનિફોર્મ વગર હતા તેમને હું ઓળખતો ન હતો તેથી હું તેમને પૂછતો હતો કે, તેમનું નામ શું છે. ત્યારે એક વ્યક્તિએ મને જણાવ્યુ કે મારું નામ રામપાલ સિંહ છે. પછી મેં પૂછ્યું કે, સાહેબનું નામ શું છે તો તેમણે કહ્યું કે, સંતોષ સોની મારા સાહેબ છે અને હું મુંબઈ સેન્ટ્રલમાં ફરજ બજાવું છું. મેં તેમને સમજાવ્યું કે હું ઘણા વર્ષોથી આ કામ કરું છું તમે ખોટી રીતે મારી પાસેથી પૈસા ન માંગો. આરપીએફ જવાનોની આ દાદાગીરને કારણે હું કંટાળી ગયો છું. હું કમાઉ છું. ત્યારે મારું આખું પરિવાર દસ લોકોનું જે છે તેનું ભરણપોષણ થયા છે. મારા જેવા અનેક લોકો આ પ્રકારે ટ્રેનમાં વેચાણ કરતા હોય છે.

પરંતુ જે લોકો તેને રૂપિયા ન આપે તેની સામે કેસ દાખલ કરી દે છે. આના કારણે હવે જીવવું ખુબ જ કપરું બની રહ્યું છે માટે હું કંટાળીને આરપીએફ જવાનોની દાદાગીરીને કારણે સુસાઈડ કરવાનું વિચારું છું. મેં તેમને કહ્યું કે, મને પોતે કેન્દ્રીય રેલવે રાજ્યકક્ષા મંત્રી દર્શના જરદોશ પણ સારી રીતે ઓળખે છે છતાં તેઓ દાદાગીરી કરતા રહ્યા અને તેના કારણે હું કંટાળી હયો છું. એવું લાગે છે કે હવે હું સુસાઈડ કરી લઉં.

અવધેશ દુબે 2019 થી ટ્રેનમાં રમકડાં વેચે છે. અવધેશ ટ્રેનમાં રમકડા વેચતા સમયે પોલિટિકલ કોમેડી કરતો હતો. જેથી તે સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થયો હતો. ટ્રેનમાં તેની રમકડા વેચવાની સ્ટાઈલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. જેના કારણે તેને ખૂબ ઓળખ મળી છે.

આ પણ વાંચો :-

 

Tata Punch ને ટક્કર મારશે આ સસ્તી SUV કાર, માત્ર 11,000માં થઈ રહ્યું છે ધડાધડ બુકિંગ

This cheap SUV car will compete with

  • Hyundai Exter : એસયૂવી સેગમેંટમાં ટાટા પંચ રાજ કરે છે. ટાટા પંચ દેશની સૌથી વધુ વેંચાતી કારમાંથી એક છે. પરંતુ હવે ટાટા પંચને ટક્કર મારવા હુંડાઈ કંપની પોતાની માઈક્રો એસયુવી સેગમેંટની કાર લોન્ચ કરશે.

માઈક્રો એસયૂવી સેગમેંટમાં (SUV Segment) ટાટા પંચ (Tata Punch) લોકપ્રિય છે. ટાટા પંચ લોન્ચ થયાને દોઢ વર્ષ થયું છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ યૂનિટનું વેચાણ થયું છે. તેથી એમ કહી શકાય કે એસયૂવી સેગમેંટમાં ટાટા પંચ રાજ કરે છે. ટાટા પંચ દેશની સૌથી વધુ વેંચાતી કારમાંથી એક છે. પરંતુ હવે ટાટા પંચને ટક્કર મારવા હુંડાઈ કંપની પોતાની માઈક્રો એસયુવી સેગમેંટની કાર લોન્ચ કરશે.

હુંડાઈ કંપની 10 જુલાઈએ પોતાની માઈક્રો એસયૂવી Exter કાર લોન્ચ કરશે. કંપની 10 જુલાઈએ જ કારની કિંમતની જાહેરાત કરશે. પરંતુ ચર્ચા છે કે આ દેશની સૌથી સસ્તી એસયૂવી હશે. હાલ ગ્રાહક તેને 11,000 રૂપિયામાં બુક કરી શકે છે.

Exter કારમાં નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીનથી પાવર આપવામાં આવે છે. આ એન્જીન Grand i10 Nios અને અન્ય કારોમાં પણ ઉપલબ્ધ છે. આ એન્જીનથી 82 બીએચપીનો મેક્સિમમ પાવર અને 113 એનએમનું પીક ટોર્ક ઉત્પન્ન થાય છે. તેમાં 5-સ્પીડ મૈનુઅલ ગિયરબોક્સ અને એએમટીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં સીએનજી વેરીયન્ટ પણ હશે.

હુંડાઈ કંપનીની આ નવી માઈક્રો એસયુવીમાં ઈલેક્ટ્રિક સનરુફ, સ્માર્ટ ફોન કનેક્ટિવીટી સાથે ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ, ડુઅલ કેમેરા સાથે ડેશકેમ જેવા ફિચર જોવા મળશે. આ પહેલી કોમ્પેક્ટ એસયુવી હશે જેના દરેક વેરિયંટમાં 6 એરબેગ્સ હશે. આ ઉપરાંત ઈએસસી, વ્હીકલ સ્ટેબિલિટી મેનજમેંટ, હિલ આસિસ્ટ કંટ્રોલ અને અન્ય ફીચર ઉપલબ્ધ હશે.

હુંડાઈ કંપનીની આ સૌથી સસ્તી કાર હશે જેની કિંમત આશરે 6 લાખ રૂપિયાથી શરુ થાય તેવી સંભાવના છે. આ કાર ટાટા પંચ, નીસ્સાન જેવી કારને ટક્કર આપશે.

આ પણ વાંચો :-

ગુજરાતીઓ માટે ખુલ્યા કેનેડા જવાના દરવાજા, હવે IELTS વગર પણ જઈ શકાય છે

Doors open for Gujaratis to go to Canada

  • Jobs In Canada : દર વર્ષે ELTS ક્લિયર ન કરી શકવાને કારણે હજારો વિદ્યાર્થીઓનું કેનેડા જવાનું સપનુ રગદોળાય છે. કેનેડામાં ELTS ક્લિયર કર્યા વિના જવાના અનેક રસ્તા છે.

અમેરિકા-કેનેડા (America-Canada) જવાનો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકા અને કેનેડા જવુ જ છે. 21 ની ઉંમર વટાવી લો એટલે દરેક યુવાને કેનેડા જવાની ચળ ઉપડે છે. પરંતુ કેનેડા (Canada) જવાના ખ્વાબ માટે લાખો ખર્ચી નાંખનારા યુવા એ નથી જાણતા કે કેનેડા જવાનુ સપનું કેટલું બદતર છે. કારણ કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ઈન્ડિયન યુવા કેનેડામાં ઠલવાઈ રહ્યા છે.

કેનેડા જવા માટે IELTS ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. IELTS માં સારો સ્કોર આવે તો જ કેનેડા જવાના રસ્તા ખૂલે છે. પરંતુ દરેક વ્યક્તિ IELTS ની પરીક્ષા પાસ કરી શક્તુ નથી. કેટલાક લોકો એવા છે જે IELTS ક્લિયર કરી શક્તા નથી. પરંતુ જો IELTS ને કારણે તમારું કેનેડા ડ્રીમ અટક્યું હોય તો તમારી પાસે એક બીજો રસ્તો પણ છે. IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે.

શું IELTS ક્લિયર કર્યા વિના કેનેડા ન જઈ શકાય? આવો પ્રશ્ન દરેક કેનેડા જવા માગનાર વિદ્યાર્થીને થાય છે. IELTS એ કેનેડા જવાનો દરવાજો છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે, IELTS ક્રેક કર્યા વગર પણ કેનેડા જઈ શકાય છે. જો તમને આ માહિતી નથી ખબર તો હવે જાણી લો. અનેક કેનેડિયન યુનિવર્સિટી ભણવા માટે IELTS વગર એન્ટ્રી આપે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ કેનેડિયન યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા છે.

કઈ યુનિવર્સિટી IELTS વગર પ્રવેશ આપે છે :

યુનિવર્સિટીઓની યાદીમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, યુનિવર્સિટી ઓફ કેનેડા વેસ્ટ, યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, થોમ્પસન રિવર્સ યુનિવર્સિટી, રોસેન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન, બ્રોક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વિનીપેગ, મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ અને કોનકોર્ડિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

કેવી રીતે IELTS વગર કેનેડા જવું :

જો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ કેનેડા રહે છે તો તમને સરળતાથી કેનેડામાં એન્ટ્રી મળી જાય છે. આ ઉપરાંત જો તમારી પાસે વર્ક વીઝા છે. તો તમે IELTS આપ્યા વગર કેનેડામાં કામ કરી શકો છો અથવા અભ્યાસક રી શકો છો. તેના બાદ કાયમી સ્ટે માટે તમારે કેનેડામાં અરજી કરવાની હોય છે. જેના માટે એક પ્રોસેસ ફોલો કરવાની હોય છે. આ માટે અંગ્રેજીમાં પરીક્ષા આપવાની હોય છે. જે પાસ કરીને તમને કેનેડામાં કાયમી સ્ટે મળી જાય છે.

આ પણ વાંચો :-

અમારી જવાબદારી હજુ’….ગૂમ થયેલા લોકો વિશે વાત કરતા કરતા રેલમંત્રીની આંખો થઈ ભીની

0

Our responsibility is still’….

  • ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થયેલા જોવા મળ્યા. રેલવે મંત્રી પ્રભાવિત ટ્રેકના રિસ્ટોરેશન અંગે મીડિયાને જાણકારી આપી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને તેમનું ગળું રૂંધાઈ ગયું.

ઓડિશાના (Odisha) બાલાસોરમાં (Balasore) થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnava) ભાવુક થયેલા જોવા મળ્યા. રેલવે મંત્રી પ્રભાવિત ટ્રેકના રિસ્ટોરેશન અંગે મીડિયાને જાણકારી આપી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને તેમનું ગળું રૂંધાઈ ગયું. આ રૂંધાયેલા સ્વરે તેઓએ કહ્યું કે બાલાસોર રેલવે અકસ્માત સાઈટ પર રેલવે ટ્રેકના (Railway tracks) રિસ્ટોરેશનું કામ પૂરું કરી લેવાયું છે.

હવે બંને બાજુ (UP and Down) થી રેલવે ટ્રાફિક માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. એક બાજુથી દિવસમાં કામ પૂરું કરી લેવાયું હતું અને હવે  બીજી સાઈટનું કામ પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ તેમણે ટ્રેન અકસ્માતમાં ગૂમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલવે મંત્રીએ કહ્યું કે ટ્રેક પર રસ્તો ક્લિયર થઈ ગયો છે. પરંતુ હજુ અમારી જવાબદારી પૂરી થઈ નથી.

ગૂમ થયેલા લોકોને શોધવા એ અમારો લક્ષ્યાંક :

રેલવેમંત્રીએ ભાવુક થઈને કહ્યું કે અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ગૂમ થયેલા લોકોના પરિજનો જેમ બને તેમ જલદી પોતાના પરિજનોને મળી શકે. તેમને જલદી શોધવામાં આવી શકે. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. અત્રે જણાવવાનું કે બાલાસોરમાં જ્યાં ટ્રેન અકસ્માત થયો હતો ત્યાં યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું હતું. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર રહ્યા. સેકડો રેલવે કર્મી, રાહત બચાવ દળના જવાનો, ટેક્નિશિયનથી લઈને એન્જિનિયર્સ સુધી દિવસ રાત કરતા રહ્યા.

અકસ્માત બાદ ઘટનાસ્થળ પર જે સ્થિતિ હતી તે ઝડપથી બદલાતી જોવા મળી. પાટા પર વિખરાયેલી બોગીઓ શનિવારે રાતે જ હટાવી લેવાઈ હતી. અકસ્માત બાદ બંને એક્સપ્રેસ ટ્રેન અને માલગાડીના બચેલા ડબ્બા પણ પાટા પરથી હટાવી લેવાયા હતા. ત્યારબાદ રવિવારે દિવસભર ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું. જેનું પરિણામ એ આવ્યું કે અકસ્માતના 51 કલાક બાદ પહેલી ટ્રેનનું સંચાલન આ ટ્રેક પર શરૂ કરાયું હતું.

ટ્રેન દોડાવીને જોવામાં આવ્યું કે ટ્રેક યોગ્ય રીતે ફિટ છે કે નહીં. ત્યારબાદ રવિવારની મોડી રાતે અપ અને ડાઉન બંને લાઈનો પર રિસ્ટોરેશનનું કામ પૂરું કરી  લેવાયું. હવે આ લાઈન અને પ્રભાવિત ટ્રેક પર ટ્રેનો ફરી એકવાર અવરજવર માટે તૈયાર છે.

આ અંગે ઓફિસરોએ જણાવ્યું કે બાલાસોરમાં જે  ખંડમાં દુર્ઘટના ઘટી હતી ત્યાં ભીષણ અકસ્માતના 51 કલાક બાદ રવિવારે રાતે લગભગ 10.40 વાગે ટ્રેનને દોડાવીને ટ્રાયલ લેવાઈ. રેલવે મંત્રીએ અહીંથી માલગાડીને રવાના કરી. કોલસો લઈ જતી આ ટ્રેન વિઝાગ પોર્ટથી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ તરફ જઈ રહી છે.

ટ્રેને એ ટ્રેક પર મુસાફરી કરી જ્યાં શુક્રવારે બેંગ્લુરુ-હાવડા ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. તેને લઈને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી હતી કે ડાઉન લાઈનનું કામ પૂરું, ટ્રેને બહાલ કરાયો. સેક્શન પર પહેલી ટ્રેન દોડાવવામાં આવી. ડાઉનલાઈન ઠીક થયાના માંડ બે કલાક બાદ અપલાઈન પણ સંપૂર્ણ રીતે અવરજવર માટે તૈયાર થઈ ગઈ.

આ પણ વાંચો :-

૫ જૂન / નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું, શેર-સટ્ટામાં લાભ, આ રાશિના જાતકો માટે સોમવાર લાલ નિશાન, જુઓ રાશિ ભવિષ્ય

5 June / Avoid scams in job-business

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય.શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્‍ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવન સાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારું છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

High Security Number Plate નથી તો થઈ જજો એલર્ટ, હવે મોટું ચલણ કપાશે !

0

If you don’t have High Security Number Plate

  • Noida Traffic Challan : હજુ પણ નોઈડામાં 40% થી વધુ વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવી નથી. જો પહેલીવાર પકડાયા તો 5,000 રૂપિયાનો દંડ અને જો બીજી વખત પકડાયા તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

જો તમે નોઈડામાં (Noida) રહો છો અને તમારા વાહન પર HSRP (હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) ઈન્સ્ટોલ નથી કરાવી તો તમારે દંડની કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ. વાહનવ્યવહાર વિભાગ (Department of Transport) આ અંગે ખૂબ જ કડક બની રહ્યો છે અને 5 જૂનથી આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો પહેલીવાર પકડાય તો 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને જો બીજી વખત પકડાય તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. હજુ પણ નોઈડામાં 40% થી વધુ વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટો નથી.

તમારા માટે આ રીતે HSRP બુક કરો :

હવે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ બનાવવી સરળ બની ગઈ છે. તમે સત્તાવાર વેબસાઇટ www.bookmyhsrp.com પર જઈને બુક માય HSRP પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકો છો. ફોર વ્હીલર માટે 600 રૂપિયા અને ટુ વ્હીલર માટે 400 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે ટોલ ફ્રી નંબર 8929722201 પર કોલ કરી શકો છો.

નોઈડાના વહીવટી અધિકારી સિયારામ વર્માએ કહ્યું કે ફેબ્રુઆરી 2023 થી તમામ ખાનગી વાહનો માટે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત છે. તેના વગરના વાહનો સામે 5 જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. વાહનો પકડાશે તો 5000 રૂપિયાનું ચલણ કાપવામાં આવશે.

HSRP ડેટા :

2,56782 જૂના વાહનો પર પ્લેટ લગાવવામાં આવી છે.
3,55672 નવા વાહનો પર પ્લેટ લગાવવામાં આવી છે.
2706 વાહનો HSRP વગરના છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
4 લાખ ખાનગી વાહનો હાલ HSRP વગર ધમધમે છે.

એ નોંધવું અગત્યનું છે કે એપ્રિલ 2019 પહેલા તમામ ખાનગી વાહનો પર HSRP ફરજિયાત બની ગયું હતું. આ ફરજિયાત કોમર્શિયલ વાહનો પર નવેમ્બર 2021માં જ લાગુ કરવામાં આવી હતી. હજુ પણ લગભગ 4 લાખ ખાનગી વાહનોમાં HSRP ફીટ કરવામાં આવી નથી. કોમર્શિયલ વાહનોમાંથી 24,000 જેટલા વાહનોમાં પણ આ પ્લેટ લગાવવામાં આવી નથી.

આ પણ વાંચો :-

સાવ ઓચિંતુ મોત કઈ રીતે સ્વીકારી શકાય ? સુરતના સુપ્રસિદ્ધ ક્ષેત્રપાળદાદાના મહંત રાકેશ મહારાજ હવે હરતા ફરતા જોવા નહીં મળે

0

How can sudden death be accepted

  • નખમાંય રોગ નહોતો વળી ઉમર પણ હજુ ૫૧ની હતી અને છતાં સાવ હસતા હસતા અનંતની યાત્રાએ ઉપડી ગયા.
  • કહેવા માટે હૃદયરોગનો હુમલો હતો પરંતુ વાત ઉપર વિશ્વાસ મુકી શકાય તેમ નહોતું, કોરોના બાદ યુવાનોના મૃત્યુની હારમાળામાં એકનો વધારો થયો એવું ચોક્કસ માની શકાય.
  • ટોચના રાજકારણીઓ, સનદી અધિકારીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ સહિત કોઈ એવો વર્ગ બાકી નથી કે જે ક્ષેત્રપાળદાદાના મંદિરે દર્શન કરવા આવતો હોય.
  • સુરતના સદીઓ પુરાણા ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાતસાત પેઢીથી સેવા પૂજા કરતી આવેલી પેઢીના વંશજ મહંત રાકેશ મહારાજે મંદિરની આસ્થા અને શ્રધ્ધાળુઓના વર્ગમાં ગજબનો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો હતો.

સેંકડો સુરતીઓનું આસ્થાનું કેન્દ્ર અને સૈકાઓથી સુરત શહેરનું રક્ષણ કરતા પૌરાણિક ક્ષેત્રપાળ હનુમાન મંદિરના મહંત રાકેશનાથજીના આકસ્મિક નિધનની ઘટનાએ સુરતીઓને શોકમાં ગરકાવ કરી દીધા હતા. એક સમયે સુરતના છેવાડાના અને ત્યાંથી પસાર થતા પણ ડર લાગે એવા સગરામપુરા-કાદરશાની નાળ વિસ્તારમાં સુરત શહેરનું રક્ષણ કરવા માટે ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને સૈકાઓથી સુરતના લોકો ક્ષેત્રપાળ દાદાની માનતા, પૂજા કરતા આવ્યા છે. રોજ સવાર, સાંજ અસંખ્ય લોકો ક્ષેત્રપાળદાદાના મંદિરમા દર્શન કરવા કતારબધ્ધ ઉભેલા જોવા મળે જ અને દરેક શનિવારે અહિંયા દર્શનાર્થીઓની ભીડ ઉમટી આવે છે.

સુરતના લોકોને ક્ષેત્રપાળદાદામાં અખૂટ શ્રધ્ધાં છે અને દાદાનો સંકલ્પ કરવાથી ધારેલા કામો થવા ઉપરાંત જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. ક્ષેત્રપાળના દર્શનાર્થીઓમા ઉદ્યોગકારો, અધિકારીઓ, વકીલ, સહિત લગભગ દરેક ક્ષેત્રના, વર્ગના લોકો દાદાની પ્રાર્થના કરતા અચુક જોવા મળે છે.

ક્ષેત્રપાળ હનુમાનજી દાદાના મંદિરની ફરતેના વિસ્તારમાં મુસ્લિમ પરિવારોની બહુલ વસ્તી હોવા છતાં ક્યારેય પણ કોમી અશાંતિની એકપણ ઘટના બનવા પામી નથી. બલ્કે મંદિરની અડોશ પડોશમાં રહેતા ખુદ મુસ્લિમ પરિવારો ક્ષેત્રપાળ દાદાનુ મંદિર અને દર્શનાર્થીઓ માટે સુવિધારૂપ બનતા આવ્યા છે.

ખેર, રાકેશનાથજી મહારાજ પણ પરંપરાગત ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સેવા, પૂજા અર્ચના કરતા હતા. રાકેશ મહારાજને કોઈએ ભાગ્યે જ ઉદાસ જોયા હશે. હંમેશા સ્મિત વેરતો ચહેરો અને મંદિરના શ્રધ્ધાળુઓની સુખ, સુવિધા માટે તત્પર રહેતા રાકેશનાથજી સેંકડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર હતા. નવયુગલોથી શરૂ કરીને મોટી વયના યુગલો પણ ક્ષેત્રપાળ દાદાની સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ અચુક મેળવતા હતા.

સાંસારિક જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ વખતે પણ લોકો આશીર્વાદ મેળવવા રાકેશ મહારાજ પાસે પહોંચી જતા હતા. વળી દરેક વ્યક્તિ માટે રાકેશનાથજી એક આત્મિયજન જેવા પુરવાર થતા હતા. શ્રધ્ધાળુઓ માટે હંમેશા તત્પર રાકેશ મહારાજ અનેક લોકોને મંદિરમાં સાથે જઇને ક્ષેત્રપાળદાદાના દર્શન કરાવતા હતા.

રાકેશ મહારાજને લોકોની વચ્ચે બેસવાનું ખૂબ ગમતું હતું. ક્ષેત્રપાળદાદાની સાથે સુરતના ભાતીગળ ઇતિહાસની તેમના મોઢેથી કરેલી વાતો લોકોને સાંભળવી ખૂબ ગમતી હતી. સુરતના રાજકીયક્ષેત્રનો એક પણ વ્યક્તિ, આગેવાન એવો નહી હોય કે જેમણે ક્ષેત્રપાળદાદાના દર્શન કરવા સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ મેળવ્યા નહોય જુની અને નવી પેઢીના રાજકીય આગેવાનો અચુક ક્ષેત્રપાળદાદાના દર્શન કરવાનુ ચુકતા નથી.

સદ્‍ગત કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, કિશોર વાંકાવાલા, હેમંત ચપટવાલા, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા સહિત જુની અને નવી પેઢીના આગેવાનો ક્ષેત્રપાળદાદાના દર્શન કરતા આવ્યા છે. રાકેશ મહારાજની કોઇ મોટી ઉ‍ંમર નહોતી. બે દિવસ પહેલા તો મંદિરની ગાદીએ બેસીને શ્રધ્ધાળુઓ સાથે વાતો કરતા હતા. નિત્યક્રમ મુજબ મંદિરના કાર્યક્રમો પણ ચાલી રહ્યા હતા અને અચાનક રાકેશ મહારાજની તબિયતમાં કંઈક ગરબડ લાગતા તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા અને તત્કાળ તબીબી તપાસ કરાવવા માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. સંપૂર્ણ નિરોગી અને હરતા

ફરતા વ્યક્તિની બીમારી પણ શું હોઈ શકે? કોઈને કલ્પના પણ નહોતી કે રાકેશનાથજી મહારાજ આમ સાવ અચાનક આ દુનિયાને અલવિદા કરીને ચાલ્યા જશે ઘણા લોકો તો તેમને મળવા આવી રહ્યા હતા. ઘણાની સમસ્યાના સમાધાન કરવાના બાકી હતા. ઘણા શ્રધ્ધાળુઓ રાકેશ મહારાજ ક્યારે મળશે એવી પુછપરછ કરી રહ્યા હતા પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે રાકેશ મહારાજ હવે ક્યારેય પણ નહીં મળે !

ગત શુક્રવારની મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે સાંઈરામ કોમ્પ્યુટરવાળા કમલેશ મેવાવાલાનો મેસેજ આવ્યો ત્યારે વાત માની શકાય એવું નહોતુ કદાચ કમલેશ મેવાવાળાએ ભુલથી મેસેજ કર્યો હશે પરંતુ ત્યારબાદ ઉપરાછાપરી અમંગળ સંદેશાઓનો પ્રવાહ વહેતો થતા રાકેશ મહારાજ અનંતની યાત્રાએ ઉપડી ગયા હોવાનો આઘાત સાથે સ્વીકાર કરવો પડયો હતો.

થોડા દિવસ પહેલા દાંતમાં તકલીફ હોવાની રાકેશ મહારાજ વાત કરતા હતા અને થોડી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી પરંતુ દાંતની તકલીફ ચિંતાજનક નહોતી. બધુ હેમખેમ હતું અને આનંદ હોસ્પિટલની પથારીમાં બેઠા બેઠા પરિવારના સભ્યો, મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા. વળી રાકેશ મહારાજની સારવાર કરનાર ડો. અમર વખારિયા, ડો. આનંદ સહિત હોસ્પિ.નો સ્ટાફ પણ ક્ષેત્રપાળ દાદાના શ્રધ્ધાળુઓ અને રાકેશ મહારાજના સેવક હતા.

પરંતુ શુક્રવારની રાત અપશુકનિયાળ નીવડી હતી. રાકેશ મહારાજ હોસ્પિટલમાં જ હતા અને અચાનક તેમના શરીરમા ગેસની સમસ્યા ઉભી થવા પામી હતી રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યા હતા. શરીરમાં ગેસ સિવાય કોઇ ફરિયાદ નહોતી તબીબો પણ કહી રહ્યા હતા કે ચિંતા કરવા જેવું કઈ જ નથી. પરંતુ  જાણે રાકેશ મહારાજ આ દુનિયા છોડવાની તૈયારી કરી ચૂક્યા હતા.

IMG-20230603-WA0078

શરીરમાં બીમારીના કોઈ જ લક્ષણ નહોતા. તેમ છતા રાત્રિના મધરાત બાદ રાકેશ મહારાજનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું તબીબોના લાખ પ્રયત્નો કરવા છતાં રાકેશ મહારાજ ફરી બેઠા થયા નહોતા અને સાવ હસતા હસતા અને વાતો કરતા કરતા અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા. પરિવારના સભ્યો ડોકટર્સ, હોસ્પિટલનો સ્ટાફ અને સેવક સમુદાય મિત્રોની નજર સામે રાકેશ મહારાજે આંખો બંધ કરી લીધી હતી.

રાકેશ મહારાજના મોટાભાઈ દિનેશ મહારાજના કહેવા મુજબ રાકેશ મહારાજની ઉપર માત્ર ૫૧ વર્ષની હતી. તેમની સાતમી પેઢી એટલે કે તેમના પિતા ઈશ્વરલાલ અધ્વર્યુ અને તેમના પિતા અને દાદા પરદાદા લગભગ સાત પેઢીથી ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજની સેવા પૂજા કરતા આવ્યા છે. રાકેશ મહારાજનો પુત્ર મિત પણ ક્ષેત્રપાળ દાદાની સેવા પૂજા કરે છે.

રાકેશ મહારાજનો એક પુત્ર હેત હાલમાં અમેરિકામાં છે. જે સુરત આવવા માટે નીકળી ગયો છે. દિનેશ મહારાજના કહેવા મુજબ તેમના પિતા ઇશ્વરભાઈ અધ્વર્યુ બાદ મોટાભાઈ શૈલેષ મહારાજ પણ મંદિરની સેવાપૂજા કરતા હતા. લગભગ ૨૦૧૬ના વર્ષમાં શૈલેષ મહારાજ ન્યુઝીલેન્ડ ખાતે રહેતી પુત્રીને ત્યાં ફરવા ગયા હતા અને પ્રવાસ દરમિયાન હાર્ટએટેક આવતા ન્યુઝીલેન્ડ ખાતે જ તેમનુ આકસ્મિક નિધન થયું હતું. જ્યારે એક ભાઈ ઉમેશ મહારાજ પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થઇ ગયા છે.

હાલમાં દિનેશ મહારાજ અને રાકેશ મહારાજ બન્ને ભાઈઓ ક્ષેત્રપાળદાદાની સેવાપૂજા કરતા હતા. પરંતુ નાનો ભાઈ રાકેશ મહારાજ અચાનક અનંતની યાત્રાએ ઉપડી જતા હવે દિનેશ મહારાજ એકલા પડી ગયા છે. અલબત્ત રાકેશ મહારાજનો પુત્ર મિત સેવાપૂજા કરવામા નિપૂર્ણ અને વેદશાસ્ત્રમાં પણ નિપૂણ હોવાથી હવે દિનેશ મહારાજની સાથે મિત મંદિરની સેવાપૂજાની જવાબદારી સંભાળી લેશે.

દરમિયાન દિનેશ મહારાજ (ઉ.વ.૬૨)ના જણાવ્યા મુજબ સદ્‍ગત રાકેશ મહારાજના અંતિમ સંસ્કાર સોમવાર તા. ૦૫/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રામનાથ ઘેલા ઉમરા સ્મશાનઘાટ ખાતે કરવામાં આવશે. સદ્‍ગતના અંતિમ દર્શન તેમના નિવાસ સ્થાન ભટાર રોડ, સંતતુકારામ સોસાયટી, બંગલા નં. ૮૭ ખાતે રાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં આજે ગમે ત્યારે ફૂંકાશે તોફાની પવન, વીજળીના કડાકા સાથે ઝાપટું પડી શકે

0

Stormy winds will blow in Ahmedabad

  • Gujarat Weather Forecast : ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તોફાની પવન ફૂંકાશે.

દેશમાં હાલમાં જમ્મુ પાસે વેસ્ટર્ન ડિસ્ટબન્સ (Western Distbans) સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર સાયક્લોનિક એર સકર્યુંલેશન સર્જાતાં અમદાવાદ (Ahmedabad) સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનો યોગ છે અને ૫૦ કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે. ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની (Blow The Wind) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હાલની સંભાવનાઓને જોતા ૫ જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ બનવાની એક દિવસ વરસાદ થઈ શકે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે. આ સાથે ગરમી પણ છે. જેના કારણે લોક્લ ક્નેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે ૫ દિવસ વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.

તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા ૨ દિવસ વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ ૨૦મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આ પણ વાંચો :-