અમદાવાદમાં આજે ગમે ત્યારે ફૂંકાશે તોફાની પવન, વીજળીના કડાકા સાથે ઝાપટું પડી શકે

Share this story

Stormy winds will blow in Ahmedabad

  • Gujarat Weather Forecast : ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તોફાની પવન ફૂંકાશે.

દેશમાં હાલમાં જમ્મુ પાસે વેસ્ટર્ન ડિસ્ટબન્સ (Western Distbans) સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર સાયક્લોનિક એર સકર્યુંલેશન સર્જાતાં અમદાવાદ (Ahmedabad) સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનો યોગ છે અને ૫૦ કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે. ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની (Blow The Wind) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હાલની સંભાવનાઓને જોતા ૫ જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ બનવાની એક દિવસ વરસાદ થઈ શકે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે. આ સાથે ગરમી પણ છે. જેના કારણે લોક્લ ક્નેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે ૫ દિવસ વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.

તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા ૨ દિવસ વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ ૨૦મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આ પણ વાંચો :-