Team India : આ ભારતીય ખેલાડી WTC ફાઈનલમાં કરશે ડેબ્યૂ !

Share this story

Team India

  • WTC ફાઈનલ 2023 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ૭ જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૨૦૨૩ (World Test Championship Final 2023) માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બંને ટીમો લંડન (London) પહોંચી ગઈ છે અને ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ઘણી મેહનત કરી રહ્યા છે. આ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૭ થી ૧૧ જૂન સુધી રમાશે. આ માટે ૧૨ જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આ મોટી મેચ પહેલા ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે મોટું નિવેદન આપ્યું છે.

આ ખેલાડી ડબલ્યુટીસી ફાઈનલમાં ડેબ્યૂ કરશે !

લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુકેલા પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીનું માનવું છે કે ઈશાન કિશન આ મેચમાં ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે. ભૂતપૂર્વ કોચે કહ્યું કે જો ભારત બે સ્પિન બોલરો સાથે જાય છે તો કેએસ ભરત યોગ્ય પસંદગી હશે. પરંતુ જો ટીમ એક સ્પિનર અને ચાર ઝડપી બોલરો સાથે જાય છે તો ઈશાન કિશન ડેબ્યૂ કરી શકે છે. જો કે કિશને ટીમ ઈન્ડિયા માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી.

નસીબ અચાનક ખુલ્યું :

ઈશાન કિશનની વાત કરીએ તો તેને ડબલ્યુટીસી ફાઈનલ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ દરમિયાન ટીમમાં સામેલ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ તેની સર્જરી કરવી પડી હતી અને તેના કારણે તેને ટીમમાંથી બહાર થવું પડયું.

આના થોડા સમય બાદ BCCIએ રાહુલના સ્થાને ઈશાન કિશનને ટીમમાં સામેલ કર્યો હતો. જણાવી દઈએ કે કિશન તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. કિશને ભારત માટે T20 અને ODIમાં ડેબ્યૂ કર્યું છે. તેણે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. તાજેતરમાં સમાપ્ત થયેલી IPL સિઝનમાં પણ કિશને સારી બેટિંગ કરી છે.

આ પણ વાંચો :-