ઓડિશા ટ્રેન અકસ્માત : કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ, દર્દનાક બૂમો પાડતા લોકો…મૃત્યુઆંક ૨૦૦ને પાર

Share this story

Odisha train accident

  • Odisha train accident ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે.

ઓડિશાના (Odisha) બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ (Howrah Express) સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ.

અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા ૩૦ પછી ૫૦ અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ ૨૩૩ સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ ૯૦૦ લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ…

સેના પણ રાહત કાર્યમાં સામેલ :

શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે. એનડીઆરએફને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહો કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડયો છે.

જ્યારે અનેક ઘાયલો એવા પણ છે જે ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. બચાવ અભિયાનમાં મદદ માટે સેનાએ પણ હાથ આગળ વધાર્યો છે. જે ભાગમાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાઈ તે ભાગમાંથી મુસાફરોના મૃતદેહો મળી રહ્યા છે.

કઈ રીતે થયો અક્સમાત :

અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત બે નહીં ત્રણ ટ્રેનો વચ્ચે થયો. બગનાગા સ્ટેશન પાસે બે પેસેન્જર ટ્રેનો અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ. સૌથી પહેલા બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને અનેક કોચ પાટાઓની આજુબાજુ પલટી ગયા હતા.

બીજા પાટા પર આવેલી શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ આ ડબ્બાઓ સાથે ટકરાઈ અને તેના પણ અનેક ડબ્બા પલટી ગયા. આ દરમિયાન ત્રીજા ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી પણ ઝપેટમાં આવી ગઈ અને તે પણ દુર્ઘટનાનો ભોગ બની.

આ પણ વાંચો :-