ગુજરાતમાં ભારે વરસાદના કારણે VNSGU ની પરીક્ષાઓ મોકૂફ, જાણો હવે આગળ શું ?

Share this story

VNSGU exams postponed

  • ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી, યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ.

દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ઘડબડાટી બોલાવી છે. અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી પણ સર્જાઇ છે. જેને લઈ હવે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ તરફ આજે પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

સુરતમાં વરસાદને લઈ VNSGU દ્વારા કરાઈ પરીક્ષા મોકુફ :

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા BBA સેમ 6, એટીકેટી, એક્સટર્નલ અને પૂરક વિષય માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

હજી પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –