In Pakistan
- સિંધ પ્રાંતની પોલીસે પતિની શોધખોળ શરૂ કરી. પતિ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો : વશ ન થયેલી પત્ની સાથે બર્બરતા
પાકિસ્તાનના (Pakistan) સિંઘ પ્રાંતમાં નરાધમ પતિએ (Naradham husband) બર્બરતા આચરીને પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પત્નીને ધગધગતા પાણીની કડાઈમાં નાખીને પતિએ તેને જીવતી પાણીમાં ઉકાળી નાખી હતી.
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં એક ખાનગી શાળામાં ચોકીદારી કરતો આશિક તેની પત્ની નરગીસને અન્ય પુરૃષો સાથે સંબંધો બનાવવા દબાણ કરતો હતો. પત્ની વશ થઈ ન હતી. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને નવ મહિનાથી બંધ પડેલી શાળાના રસોડામાં એક વિશાળ કડાઈમાં ધગધગતા પાણીમાં નાખીને હત્યા કરી દીધી હતી. નરાધમ પતિએ તેના છ સંતાનોની સામે જ પત્નીની હત્યા કરી હતી.
હત્યા કરીને એ ફરાર થઈ ગયો હતો. સૌથી મોટી ૧૫ વર્ષની દીકરીએ પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે ઘટનાસ્થળે આવીને પત્નીના મૃતદેહનો કબજો કર્યો હતો. આ બર્બરતાથી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પતિની શોધખોળ શરૃ કરી છે. આ ઘટના અંગે સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શાળા નવેક માસથી બંધ છે. એ શાળામાં આશિક ચોકીદારી કરતો હતો. ખાનગી સ્કૂલે શાળાના પટાંગણમાં જ તેને રહેવા માટે એક ઓરડી આપી હતી. આખો પરિવારમાં એમાં રહેતો હતો. આ ઘટનાથી આખા સિંધ પ્રાંતમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો –