સંસદમાં ‘અસંસદીય શબ્દો’ના વિવાદ વચ્ચે નવું ફરમાન : સંસદમાં હવે પેમ્ફલેટ અને પ્લેકાર્ડ પર પણ પ્રતિબંધ

Share this story

Amid ‘unparliamentary words

  • 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના સત્રમાં આ વખતે ભારે હોબાળો જોવા મળશે, કારણ કે આ વખતે સત્ર દરમિયાન ઘણા કડક નીતિ નિયમો આવ્યા છે, જેને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો છે.

18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના (Parliament) ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં (Parliament premises) ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં (Lok Sabha) પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે.

લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ સદનમાં હોબાળો થવાના અણસાર મળી રહ્યા છે.

શુક્રવારે સંસદ પરિસરમાં ધરણા અને પ્રદર્શન પર પણ રોક લગાવી દીધી છે. જ્યારે સભ્ય બાપૂની પ્રતિમા સમક્ષ મોટા ભાગે જમા થઈને પ્રદર્શન કરતા દેખાતા હોય છે. આ અગાઉ ગુરૂવારે બંને સદનમાં અસંસદીય મનાતા શબ્દોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઈને વિપક્ષી નેતા પહેલાથી જ ગુસ્સે ભરાયેલા છે. હવે બેનર, પોસ્ટર અને કાપલીઓને લઈને પણ રોક લગાવી દીધી છે. જેનાથી વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને છે.

છેલ્લા અમુક સત્રોની વાત કરીએ તો, ખાસકરીને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓએ ભારે હોબાળો કર્યો હતો. સદનમાં પોસ્ટર અને પેમ્ફલેટ ફાડ્યા હતા. ખુરશીઓ ફેંકવામાં આવી હતી. પોસ્ટર સાથે સાંસદો બહાર નિકળી ગયા છે. આ કારણે સદનના કામકાજમાં ભારે ખલેલ પહોંચી હતી.

શું તમાશો છે- સીતારામ યેચુરી :

માકપા નેતા સીતારામ યેચુરીએ તેના પર તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, શું તમાશો છે. ભારતનો આત્મા, તેનું લોકતંત્ર અને તેના અવાજનું ગળુ દબાવાની કોશિશ નિષ્ફળ થઈ જશે. સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોકની યાદની કાલે સૌથી પહેલા કોંગ્રેસ સાંસજ જયરામ રમેશે આપી હતી. તેમણે તેની ટિકા કરતા કટાક્ષ કર્યો હતો વિશ્વગુરુનું એક વધુ કામ, ધરણા કરવાની મનાઈ છે.

સદનની આવી છે પરંપરા

સંસદની પરંપરા અનુસાર કોઈ પણ પ્રકાશિત સામગ્રી, પ્રશ્નાવલી, પરચા, પોસ્ટર, બેનર વગેરે સ્પિકરની મરજી વગર સદનમાં વિતરણ કરી શકાય નહીં. તે પ્રતિબંધિત છે. તો વળી અસંસદીય શબ્દોની નવી યાદીમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ, જુમલાજીવી, તાનાશાહ જેવા કેટલાય શબ્દો સામેલ છે.

આ પણ વાંચો –