Asaram Case : આસારામના પરિવારની મુશ્કેલી વધશે 

Share this story

Asaram Case: The trouble of Asaram

  • Asaram Rape Case: રાજ્ય સરકારના કાયદા વિભાગે આ નિર્ણય લીધો છે. સરકાર આસારામની પત્ની, તેમની પુત્રી અને તેમના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાને પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ગુજરાત સરકાર આસારામ (Asaram) સાથે જોડાયેલા ૨૦૧૩ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં (High Court) અપીલ કરશે. રાજ્ય સરકારના કાયદા વિભાગે આ નિર્ણય લીધો છે. સરકાર આસારામની પત્ની, તેમની પુત્રી અને તેમના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાને પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના ૩૧ જાન્યુઆરીના આદેશને પડકારવા માટે સરકારની મંજૂરી પણ માંગી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને આજીવન કેદની સજા એક સાથે ચાલવી જોઈએ. એક કાયદાકીય અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ હોવાથી ટ્રાયલ કોર્ટને સહવર્તી સજા નક્કી કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

ગાંધીનગર કોર્ટે સજા ફટકારી :

ઉલ્લેખનીય છે કે ૩૧ જાન્યુઆરીએ ગાંધીનગરની એક કોર્ટે આસારામને તેની પૂર્વ મહિલા શિષ્યા દ્વારા ૨૦૧૩માં નોંધાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. જેમના પર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો.

જોધપુર જેલમાં ભોગવી રહ્યા છે આજીવન કેદની સજા : 

૨૦૧૩માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં આસારામ હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં ૨૦૦૧ થી ૨૦૦૭ દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

આ પણ વાંચો :-