જેને સાયન્સ પણ માને છે અશુભ ! શરીર પર દેખાતા સામાન્ય તલને હળવાશમાં ન લેતા…

Share this story

Even science considers it inauspicious 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના અમુક ભાગમાં તલ હોય તો શુભ ગણાય છે. પરંતુ સાયન્સ શરીર પર તલ હોવાને જ અશુભ માને છે. આવો જાણીએ કેમ ?

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ચહેરા કે શરીરના કોઈપણ ભાગમાં તલ (Sesame) હોવાનો એક ખાસ મતલબ હોય છે. મોટાભાગે લોકો અલગ અલગ સ્થાન પરના તલનો અલગ જ મતલબ કાઢે છે અને તે શુભ છે કે અશુભ તે કહેતા હોય છે. પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે સાયન્સ (Science) તલને અશુભ જ માને છે. મેડિકલ સાયન્સ અનુસાર સ્કિન પર વિકસિત થનારા તલ શરીરમાં અમુક કમીના કારણે થાય છે. પરંતુ જો આ તલ અચાનક વધવા લાગે કે તેનો કલર ચેન્જ થવા લાગે તો પછી તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

દરેક વ્યક્તિની ત્વચામાં ઉંમરની સાથે સાથે અનેક પ્રકારનો બદલાવ આવે છે. અનેક નવા તલ નિકળવા લાગે છે. ત્યાં સ્કિન પર તલ કે પિગમેન્ટેશન થવા લાગે છે. તો શુ આપણે તેની ચિંતા કરવી જોઈએ. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી..

તલ શું છે ?

મોલ્સ કે તલ વ્યક્તિની ઉંમર અનુસાર તેના આકાર અને રંગમાં ફેરફાર કરે છે. પુખ્ત વ્યક્તિમાં લગભગ 10 થી 40 મોલ્સ હોય છે. તલ શરીરના કોઈપણ ભાગ પર હોઈ શકે છે. જન્મની સાથે-સાથે 50 વર્ષની ઉંમર સુધી તે થતા રહે છે. મોલ્સ કોઈપણ ભાગ પર થઈ શકે છે જેમ કે માથા, પગ અને હાથ, સ્કિન વગેરે પર.

શરીર પર તલ હોવાનું શું કારણ?

શરીર પર તલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવું. તલ ત્યારે જ થાય છે જ્યારે ત્વચામાં મેલાનિન નામના પિગમેન્ટનું સ્તર વધવા લાગે છે. આ પિગમેન્ટ સ્કિનમાં રંગ ઉત્પન્ન કરે છે.

સાઈઝમાં બદલાવ આવવો :

ઉંમર પ્રમાણે તલનું કદ અને આકાર પણ વધે છે. પરંતુ જો તલ સમગ્ર વર્ષ દરમિયાન 6 મહિનામાં તેનું મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે. તેથી તમારે સમય બગાડ્યા વિના તરત જ ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.

તલનો શેપ ચેન્જ થવો :

જો તલ પહેલા નાનું અથવા ગોળ હતું પરંતુ અચાનક તે વધી રહ્યું છે અથવા ઉપરની તરફ વધી રહ્યું છે. તો તે ખતરનાક બની શકે છે. ઉપરાંત તે સ્કિનના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે.

શરીરના આ ભાગ પર <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/તલ' title='તલ'>તલ</a> છે તો જલ્દી જ ચમકશે કિસ્મત, થશે અઢળક ધનની પ્રાપ્તિ | If there is mole on this part of the body, luck will shine soon

કલરમાં બદલાવ :

તલનો રંગ કાળો કે ભૂરો હોય છે. પરંતુ ધીમે-ધીમે તેના રંગમાં ફેરફાર થાય છે અને બાદમાં તે લાલ રંગમાં દેખાય છે. તો તે સ્કિનના કેન્સરની નિશાની હોઈ શકે છે.

તલની ઉપર ફોલ્લી જેવી પોપડી થવી તે બિલકુલ સામાન્ય નથી. પોપડી થવાના અનેક કારણો હોઈ શકે છે, જો તમને તલની ઉપર આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તરત જ સ્કિન સ્પેલિસ્ટ કે હેલ્થ એક્સપર્ટનો સંપર્ક કરો.

Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. GujaratGuardian.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ પણ વાંચો :-