Good news came in the morning
- LPG Cylinder Price : ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.
જૂન મહિનો આજથી શરૂ થયો અને મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના (LPG cylinder) ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ઓઈલ કંપનીઓએ ૧ જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (Government Oil Company) તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૮૩ રૂપિયાનો ઘટાડો થયો છે. ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો (Commercial LPG cylinder) ભાવ હવે ૧૭૭૩ રૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર ૧૮૫૬.૫૦ રૂપિયામાં મળતો હતો.
હવાઈ યાત્રા પર પડી શકે છે અસર :
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ કાપ મૂકાયો છે. ભાવમાં લગભગ ૬૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ આજથી એટલે કે ૧ જૂનથી લાગૂ કરાયા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ ૧૧૦૩ રૂપિયા ચૂકવવા પડશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ :
ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૮૫૬.૫૦ રૂપિયાથી ઘટીને ૧૭૭૩ રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં પહેલા ૧૯૬૦.૫૦ રૂપિયા ભાવ હતો જે હવે ૧૮૭૫.૫૦ રૂપિયા થઈ ગયો છે. આ પ્રકારે મુંબઈમાં પહેલા સિલિન્ડરનો ભાવ ૧૮૦૮.૫૦ રૂપિયા હતો જે હવે ઘટીને ૧૭૨૫ રૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં ૨૦૨૧.૫૦ રૂપિયા હતો જે હવે ૧૯૩૭ રૂપિયામાં મળશે.
આ પણ વાંચો :-