ગત વર્ષ કરતા ૧૩% ઓછું આવ્યું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ! પરિણામમાં છોકરીઓએ બાજી મારી

Share this story

13% less than last year result 

  • GSEB HSC Commerce Result 2023: આજે સવારે આઠ વાગ્યે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ gseb.org પર જાહેર કરાયું પરિણામ.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું (GSEB HSC Commerce Result ) પરિણામ ૭૩.૨૭ % ટકા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે ૮ વાગતા પહેલા જ વોટસએપ પર વિદ્યાર્થીઓને પરિણામ મળી રહ્યું છે. હવે થોડી વારમાં પરિણામ વેબસાઈટ પર મૂકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને whatsapp ઉપર રિઝલ્ટ મેળવી શકશે. તો શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે ૭-૩૦એ વાગ્યે પરિણામ જાહેર કરાયું છે.

ત્યારે રિઝલ્ટને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક શાળાઓએ પરિણામને ઉજવવાની તૈયારીઓ પહેલાથી જ કરી હતી. શાળામાં આજના દિવસને તહેવારની જેમ વધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રિઝલ્ટ જાણવા અનેક વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

અગાઉ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કારયુ હતું. આજે ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે. કુલ રાજ્યભરમાં ૪૮૨ કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. ચાલુ વર્ષે સામાન્ય પ્રવાહ ૭૩.૨૭ ટકા જાહેર કરાયુ છે. જે ગત વર્ષ કરતા ૧૩ ટકા ઓછું પરિણામ છે. આ પરિણામ માસ પ્રમોશનના આધારે જોઈ શકાય છે. ૫૮ હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથી પરિણામ પર આસર જોવી મળી છે. આ વખતે કન્યાઓએ બાજી મારી છે.

  • કુલ પરિણામ – ૭૩.૨૭ ટકા॰
  • કન્યાઓનું પરિણામ -૮૦.૩૯ ટકા.
  • કુમારોનું પરિણામ – ૬૭.૦૩ ટકા.
  • ગુજરાતી માધ્યમનું પરિણામ – ૭૨.૮૩ ટકા.
  • અંગ્રેજી માધ્યમનું પરિણામ – ૭૯ ટકા.
  • સૌથી વધુ પરીણામવાળો જીલ્લો કચ્છ ૮૪.૫૯ ટકા.
  • સૌથી ઓછું પરિણામવાળો જીલ્લો દાહોદ ૫૪.૬૭ ટકા.
  • સૌથી વધુ પરીણામ વાંગધ્રા કેન્દ્રનું ૯૫.૮૫% પરીણામ.
  • સૌથી ઓછું પરીણામ દેવગઢ બારીયા ૩૬.૨૮% પરીણામ॰
  • ચાલુ વર્ષે ગેરરીતિના કેસમાં ઘટાડો થયો ૩૬૭ કેસ હતા. ગત વર્ષે ૨૫૪૪ કેસ હતા.
  • ૧૦૦% પરીણામ વાળી ૩૧૧ શાળાઓ જે ગયા વર્ષે ૧૦૬૪ શાળાઓ હતી

આ પણ વાંચો :-