એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી, બોલ્યા- હવે હું સાંસદ નથી

Share this story

Had to wait for two hours

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના વિદેશ પ્રવાસ માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા છે.

મંગળવારે સાન ફ્રાન્સિસ્કોના (San Francisco) એરપોર્ટ પર રાહુલ ગાંધી પોતે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા અને કહ્યું કે તેઓ હવે કોઈ સાંસદ નથી. રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) એરપોર્ટ પર જ બે કલાક સુધી રાહ પણ જોવી પડી. જેનું કારણ એ હતું કે રાહુલ ગાંધીને ઈમિગ્રેશન પરમિશન મળતા વાર લાગી.

આ મુસાફરીમાં રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. ગત વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન પર ભાજપે ખુબ હંગામો કર્યો હતો અને રાહુલ ગાંધી પાસે રાજીનામાની પણ માંગણી કરી હતી.

પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ભારતીય સમુદાયના લોકો અને અમેરિકી સાંસદો સાથે મુલાકાત  કરશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને સંગઠનના અન્ય સભ્યોએ કર્યું. રાહુલ ગાંધીએ ઈમિગ્રેશન પરમિશન માટે એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી પડી. રાહુલ ગાંધી જ્યારે લાઈનમાં ઊભા હતા ત્યારે તે જ ઉડાણમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા અનેક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી.

રાહુલે પોતાને ગણાવ્યા આમ આદમી :

જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તેઓ લાઈનમાં કેમ ઊભા છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે હું એક સામાન્ય માણસ છું. મને આ પસંદ છે. હું હવે કોઈ સાંસદ નથી. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોમાં પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકે છે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે અને સાંસદો અને સંસ્થાનો સાથે જોડાયેલા લોકો સાથે બેઠક કરશે.

આ પણ વાંચો :-