HomeNationalભારતની આ જગ્યાઓમાં છુપાયેલો છે એટલો મોટો ખજાનો કે આખા ને આખા...

ભારતની આ જગ્યાઓમાં છુપાયેલો છે એટલો મોટો ખજાનો કે આખા ને આખા શહેરો ખરીદી શકાય !

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

There is so much treasure

  • ભારતની કેટલીક એવી જગ્યાઓ જ્યા છુપાયેલો છે અધધ..ખજાનો, કોઈને પણ રાતોરાત અબજોપતિ બનાવી શકે છે. ભારતના ધાર્મિક સ્થળોમાં પણ ગણી ન શકાય તેટલું ધન પડેલું છે.

એક સમય હતો જ્યારે ભારતને ‘સોને કી ચીડિયા..’ (Sone Ki Chidia) કહેવામાં આવતું હતું. કારણકે પ્રાચીન ભારતમાં ઘણી સંપત્તિ હતી. આ જ કારણ હતું કે ભારત પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવતા હતા. કેટલાક લોકો માને છે કે ભારત માત્ર મસાલાની નિકાસમાં આગળ હતું. પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. ભારત માત્ર મસાલા જ નહીં પરંતુ અન્ય ઘણી વસ્તુઓની નિકાસમાં અગ્રણી દેશ હતો. પ્રાચીન ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું.

આ જ કારણ હતું કે અંગ્રેજોએ ભારત પર કબજો કર્યો. જ્યારે અંગ્રેજોએ ભારત છોડયું ત્યારે ભારતનું અર્થતંત્ર ભાંગી પડયું, પરંતુ આજે પણ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. એવી પાંચ જગ્યાઓ છે જ્યાં અપાર સંપત્તિ હોવાનો દાવો છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈને આ મિલકતનો થોડો ભાગ મળે તો તે રાતોરાત અમીર બની શકે છે.

કેરળમાં પદ્મનાભસ્વામી મંદિર :

કેરળના તિરુવનંતપુરમ સ્થિત ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિર ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. આ સાથે, તે દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. આ મંદિર તેની ભવ્યતા અને સંપત્તિ માટે જ નહીં પણ તેના રહસ્યોને કારણે પણ ચર્ચામાં રહે છે. અહીં એક ગુપ્ત ખજાનો છુપાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે અહીં ભોંયરામાં એટલો ખજાનો છુપાયો છે જેનો અંદાજ પણ લગાવી શકાતો નથી.

૨૦૧૧માં કોર્ટના આદેશ બાદ આ મંદિરના ભોંયરાના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આ દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે દરેકને તેમાં રત્ન, કિંમતી હીરા અને ઝવેરાત જોઈને આશ્ચર્ય થયું. આમાંથી મળેલી સંપત્તિની કિંમત અંદાજે ૨૨ અબજ રૂપિયા એટલે કે લગભગ ૧.૩ લાખ કરોડ રૂપિયા છે. આ મિલકત મંદિરના ટ્રસ્ટને આપવામાં આવી હતી. હાલમાં આજે પણ આ મંદિરના સાત દ્વારા બંધ છે. સુપ્રીમ કોર્ટે તેને ખોલવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ આ મંદિરમાં આસ્થા રાખનારા પુજારીઓ કહે છે કે આ ખજાનો ભગવાન વિષ્ણુના અવતારથી સુરક્ષિત છે અને જો આ દરવાજો ખોલવામાં આવે તો ભારે વિનાશ થઈ શકે છે.

આંધ્રપ્રદેશની કૃષ્ણા નદીનો ખજાનો :

ઘણા સમય પહેલા આંધ્રપ્રદેશના ગુંટૂરમાં વહેતી કૃષ્ણા નદીનો તટ વિસ્તાર ત્યાંના હીરા માટે પ્રખ્યાત હતો. હિન્દુ ધર્મમાં માનનારા લોકો કૃષ્ણા નદીને પવિત્ર નદી માને છે. આ સિવાય, કૃષ્ણા નદી વિશ્વના સૌથી કિંમતી અને પ્રખ્યાત કોહિનૂર હીરા માટે પણ જાણીતી છે. અહીંની જ ગોળકુંડા ખાણમાંથી કોહિનૂર હીરો કાઢવામાં આવ્યો હતો. આ નદી હીરાની ચોથી સૌથી મોટી ખાણ હોવાનું માનવામાં આવે છે. આ નદી વિશે કહેવામાં આવે છે કે એક સમય હતો જ્યારે આ નદી હીરાનો મુખ્ય સ્ત્રોત હતી અને વિશ્વના દર દસમાંથી સાત હીરા આ નદીમાંથી મળ્યા હતા. આ નદી આંધ્રપ્રદેશમાંથી પસાર થતા ચાર રાજ્યો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img