બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story  !

Share this story

The Kerala Story is being released

  • The Kerala Story વિશે એવા સમાચાર છે. જેને વાંચીને ચાહકો ખુશ થઈ જશે. સમાચાર મુજબ આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ OTT પ્લેટફોર્મ કયું છે અને ક્યારે રિલીઝ થઈ રહ્યું છે ચાલી જાણીએ.

લવ જેહાદ પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘એ (The Kerala Story) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે થિયેટરમાં (Theater) ધમાલ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવાની છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ૫ મેના રોજ રીલિઝ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તેણે ૨૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ZEE 5 એ OTT રાઈટસ ખરીદ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી‘ના ઓટીટી રાઈટસ ZEE 5 દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી અને ન તો ફિલ્મના નિર્માતાઓએ તેના વિશે કોઈ માહિતી આપી છે. પરંતુ જો આમ થશે તો થિયેટરમાં કમાણી કર્યા બાદ આ ફિલ્મ OTT પર પણ સારી કમાણી કરશે.

૨૦૦ કરોડથી વધુનું કલેક્શન 

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ રિલીઝ પહેલા અને પછી સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ તેની ott રિલીઝ પહેલા જ ૨૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ વધુ કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં ત્રણ છોકરીઓની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે શાલિની ઉન્નીકૃષ્ણનને ફાતિમા બનાવવામાં આવી અને કેવી રીતે તેનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી સંગઠન ISISમાં ફેંકવામાં આવી.

આ પણ વાંચો :-