પડી રહેલું ભોજન ગરમ કરીને ખાવાની આદત છે ? ભારે પડી શકે છે આ ભૂલ

Share this story

Do you have a habit of heating  

  • વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે.

તમારામાંથી ઘણાને આ ટેવ હશે કે તમારી સામે તમારા ઘરમાં જ રોજ રોજ ભોજનને ગરમ કરીને ખવાતું હશે તો સાચવજો ફૂડને ગરમ કરીને ખાવું એ નુક્સાનકારક (Harmful) છે. રોજબરોજના જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન (food) બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે.

પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું (acid) પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

વિટામીન સી વાળું ભોજન :

વિટામીન સીવાળું ભોજન જો વારંવાર ગરમ કરીએ તો તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ ઓછી થતી જાય છે. વિટામીન સી હિટ સેન્સેટીવ હોય છે. આ કારણે જ્યારે વિટામીન સીયુક્ત ભોજન ફરીથી ગરમ કરવામાં આવે તો તાપમાન પણ વધી જાય છે અને તેના કારણે ભોજન ઝેરી બને છે.

શાકભાજી :

લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

આ પણ વાંચો :-