Toyota ના વેચાણમાં જોરદાર ઉછાળો, ગયા વર્ષ કરતા કારનું વેચાણ બમણું થયું

Share this story
Toyota’s sales surge
  • Toyota Sales : મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે, કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે જો આપણે ગયા વર્ષના મે મહિનાની વાત કરીએ (2022) તો માત્ર ૧૦,૨૧૬ એકમો વેચાયા હતા.

મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે. કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે ગયા વર્ષના મે મહિના (2022)ની વાત કરીએ તો માત્ર ૧૦,૨૧૬ એકમો વેચાયા હતા. કંપનીએ કહ્યું છે કે છેલ્લા મહિનામાં (મે 2023) સ્થાનિક બજારમાં તેનું જથ્થાબંધ વેચાણ ૧૯,૩૭૯ એકમો થયું છે.

તેણે મે મહિનામાં અર્બન ક્રુઝર હાઈરાઈડરના ૧,૦૩૧ એકમોની નિકાસ પણ કરી હતી. ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ અને સ્ટ્રેટેજિક માર્કેટિંગ) અતુલ સૂદે જણાવ્યું હતું કે કંપનીએ મે મહિનામાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધાવ્યું છે.

ટોયોટાની યોજના :

મીડિયા અહેવાલ અનુસાર જાપાની ઓટોમેકર ટોયોટા આ વર્ષે દેશમાં હાલના મારુતિ સુઝુકી વાહનો પર આધારિત બે મોડલ લોન્ચ કરી શકે છે. આમાંથી એક Fronx પર આધારિત SUV હશે અને બીજી Ertiga પર આધારિત MPV હશે. મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ પર આધારિત ટોયોટાની નવી SUV કૂપમાં સ્ટાઈલના સંદર્ભમાં ઘણા ફેરફારો થવાની શક્યતા છે. જેના કારણે તે Fronx કરતાં અલગ દેખાશે.

તે જ સમયે Ertiga MPV પર આધારિત ટોયોટાની નવી ૩-રો MPV ની ડિઝાઈનમાં પણ ફેરફારો જોવા મળશે. કંપની પહેલાથી જ દક્ષિણ આફ્રિકાના બજારમાં Rumion નામથી રિ-બેજવાળી Ertiga વેચી રહી છે. જો કે ઈન્ડિયા-સ્પેક મોડલમાં મોટા ડિઝાઈન ફેરફારો અને અપડેટેડ કેબિન મળશે.

આ પણ વાંચો :-