આ છે વિશ્વનો સૌથી લાંબો હાઈવે, 30,000 KM લાંબી મુસાફરી કરવામાં મહિનાઓ વીતી જશે !

Share this story

This is the longest highway  

  • Pan American Highway : પાન અમેરિકન હાઈવે રસ્તાઓનું એવુ નેટવર્ક છે જે સમગ્ર અમેરિકામાં ફેલાયેલ છે અને તેની કુલ લંબાઈ આશરે 30,000 કિલોમીટર (19,000 માઈલ) છે.

કારના શોખીનોનો શોખ માત્ર વાહન ખરીદવાથી પૂરો થતો નથી. વાસ્તવમાં ડ્રાઈવિંગની (Driving) ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે રસ્તાઓ શાનદાર હોય. દેશના વિકાસ માટે સારા રસ્તાઓ સૌથી મહત્વપૂર્ણ શરતોમાં એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મોટા પાયે રસ્તાઓનું નિર્માણ થયું છે.

NH 44 એ ભારતનો સૌથી લાંબો રસ્તો છે જેની કુલ લંબાઈ 4,112 KM છે અને જે કન્યાકુમારીથી શરૂ થઈને શ્રીનગર સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી લાંબો હાઈવે કયો છે? આજે અમે તમને આ વિશે જણાવીશું.