રાજ્યસભાની 3 બેઠકો માટે ગુજરાતમાં આવી રહી છે ચૂંટણી, જાણો ક્યારે

Share this story
Elections for 3 Rajya Sabha seats
  • Rajya Sabha Election News : ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. જેને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોને તૈયારી માટે પત્ર લખ્યો છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની (Rajya Sabha) ચૂંટણી યોજાશે. આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 18 ઓગસ્ટે ત્રણ બેઠકોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. જેથી આ રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે લખ્યો પત્ર :

કેન્દ્રીય ચૂંટણી પંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, તે રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ચૂંટણી પંચે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવા જણાવવામાં આવ્યું છે.

18 ઓગસ્ટે પૂરી થવા જઈ રહી છે ટર્મ :

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે.

ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતાઓ :

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ વખતે આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે. તો જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે. એસ. જયશંકરની વાત કરવામાં આવે તો તેઓ હાલમાં વિદેશમંત્રી છે. તેમની કામગીરીને લઈને તેઓને ફરીથી રિપીટ કરાય તેવી શક્યતાઓ છે.

અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે :

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના મોટા નેતા જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની જગ્યાએ અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ કોને રિપીટ કરશે અને કોને પડતા મૂકશે તે તો આવનારા દિવસોમાં જ સાચી ખબર પડશે.

આ પણ વાંચો :-