Home Blog Page 1065

Mukesh Ambani ના ઘરે આવે છે આ ડેરીમાંથી દૂધ, અહીંની ગાયો પીવે છે RO નું પાણી અને રહે છે એસીમાં..

0

Milk from this dairy comes

  • Mukesh Ambani : અંબાણી પરિવાર માત્ર ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરે છે. અંબાણી પરિવારના દૈનિક આહારમાં હાયજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજ કારણ છે કે અંબાણી પરિવાર માટે આવતું દૂધ પણ ખાસ જગ્યાએથી આવે છે. મુકેશ અંબાણી સહિત પરિવારના બધા જ લોકો આ ખાસ ડેરીમાંથી આવતા દૂધનું જ સેવન કરે છે.

ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકુન અને દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં આવતા મુકેશ અંબાણી (Mukesh Ambani) પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં (Antilia) રહે છે. એન્ટિલિયા પણ દુનિયાનું સૌથી મોટું અને ખાસ ઘર છે. આ ઘર એટલું મોટું છે અને તેમાં એટલી સુવિધાઓ છે કે અહીં મહિનાનું વીજળીનું બિલ પણ લાખોમાં આવે છે. અંબાણી પરિવાર માત્ર ઓર્ગેનિક શાકભાજીનો (Organic vegetables) જ ઉપયોગ કરે છે.

અંબાણી પરિવારના દૈનિક આહારમાં હાયજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજ કારણ છે કે અંબાણી પરિવાર માટે આવતું દૂધ પણ ખાસ જગ્યાએથી આવે છે. મુકેશ અંબાણી સહિત પરિવારના બધા જ લોકો આ ખાસ ડેરીમાંથી આવતા દૂધનું જ સેવન કરે છે.

મુકેશ અંબાણીના ઘરે મુંબઈની ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મમાંથી દૂધ આવે છે. આ ડેરી ફાર્મ પ્રાઈડ ઓફ કાઉ બ્રાન્ડ નામથી ગાયના દૂધનું વેચાણ કરે છે. જોકે માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન સહિતના સેલિબ્રિટીના ઘરે પણ આ ડેરી દૂધ સપ્લાય કરે છે. આ ડેરી ફાર્મનું દૂધ ખાસ હોય છે કારણ કે અહીં ગાયની સંભાળ પણ ખાસ રીતે રાખવામાં આવે છે.

આ ડેરી ફાર્મમાં જે ગાયો છે તેને પણ સેલિબ્રિટીની જેમ વૈભવી સુખ સુવિધા મળે છે. અહીં ગાયની રહેવાની અને સુવાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગાયના સુવા માટે ખાસ કેરલ થી રબર કોટિંગ વાળા ગાદલા મંગાવવામાં આવ્યા છે. આવા એક ગાદલાની કિંમત 7000 રૂપિયા જેટલી હોય છે.

આસામમાં રહેતી ગાય માટે એસી પણ ફીટ કરવામાં આવ્યા છે. અહીંની ગાય મલ્ટીજેટ શાવરમાં સ્નાન કરે છે. અહીંની ગાયોને પીવા માટે આરોનું પાણી આપવામાં આવે છે. સાથે જ તેને ભોજનમાં સ્પેશિયલ ઓટસ, કપાસ, આલ્ફા ઘાસ જેવી હાઈ પ્રોટીન વસ્તુઓ આપવામાં આવે છે.

આ ડેરી ફાર્મમાં 3,500 જેટલી ગાય છે. તેની સંભાળ માટે 75 કર્મચારીઓ ખડે પગે રહે છે. અહીં ગાયોનું દૂધ પણ મશીન દ્વારા કાઢવામાં આવે છે અને હાઈજીન જળવાઈ તે રીતે બોટલમાં પેક કરવામાં આવે છે. આ ડેરી ફાર્મમાં ગાયોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તેમ છતાં અહીંનું દૂધ 80 રૂપિયા પ્રતિ લીટર ના હિસાબથી વેચાય છે.

WTC Final માં ગુજરાતના ગીતાબા લંડનમાં ગાશે ‘જન ગણ મન..!

In WTC Final Gujarat’s

  • WTC ફાઈનલમાં ગીતાબા ઝાલા ભારતનું રાષ્ટ્રગીત ગાશે. બ્રિટિશ ઈન્ડિયન એવા ગીતાબા ઝાલાને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા.

આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો (World Test Championship) પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના મક્કા કહેવાતા ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ. ઈંગ્લેન્ડના (England) સૌથી ખુબસુરત શહેર એવા લંડનમાં રમાઈ રહી છે WTC ની ફાઈનલ. આજે ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) સફેદ કપડામાં સામ-સામે જોવા મળશે. એક તરફ ભારતીય ટીમ ઈતિહાસ રચવાની દિશામાં આગેકૂચ કરી રહી છે. તો બીજી તરફ ગુજરાતની એક દિકરી પણ આ ક્રિકેટ મેચ થકી ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવી રહી છે.

લંડનમાં રહેતા મૂળ ગુજરાતના ધંધૂકાના વતની એવા ગીતાબા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત. જન ગણ મન…થી ગૂંજી ઉઠશે ઈંગ્લેન્ડનું ગ્રાઉન્ડ. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલાં ધંધુકા તાલુકાના અડવાળ ગામની દીકરી લંડનમાં ભારતને બહુમાન અપાવશે. ઉલ્લેખનીય છે કે આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) યોજાશે.

ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે. જેમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક જય હૈ… ભારત ભાગ્ય વિધાતા’ ગાવાની તક ગુજરાતના અડવાળ ગામની દીકરી ગીતાબા ” ઝાલાને મળી છે.

ગીતાબા ઝાલાએ કહ્યું કે, ‘એક ગુજરાતી તરીકે મારા માટે ગર્વની બાબત છે કે હું બ્રિટનમાં રહેતા હજારો ઈન્ડિયન્સ અને ભારતની મેચ જોવા આવેલા ભારતીય લોકોની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈશ. LCBએ ગીતાબાને રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા છે. ગીતાબા ઝાલા એક જાણીતા સિંગર છે.

ગીતાબા ૧૯૯૨માં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે. ગીતા બાનું મૂળ વતન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું અડવાળ ગામ છે. તેમનો જન્મ બ્રિટનમાં થયો છે. તેઓ રાજસ્થાનના અજમેરમાં અભ્યાસ કરતા હતા તે સમયે તેમણે અજમેર ડિસ્ટ્રિક્ટની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ભાગ લીધો હતો. નાનપણથી તેમને ક્રિકેટનો શોખ છે.

આ પણ વાંચો :-

૦૭ જૂન / આ રાશિના જાતકોનો બુધવાર અશાંતિ અને નુકસાનવાળો રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

07 June / Wednesday will

મેષ:
આથિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરી માં શાંતિ હયાત ઘંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ઘંઘાની શરૂઆતના યોગ બને છે. માંતૃસુખ, પિતૃસુખ તથા વાળ સુખમાં વધારો થાય ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભ:
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ચ બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આંનદ. ઘાર્મિક વઘતી જણાય છે જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુન:
જીવનસીથી સાથે પ્રેમ જળવાય. મોજ શોકમાં ખર્ચનુ પ્રમાણ વઘે. આવક બાબત માં સામાન્ય સ્થિતિ બની રહે શરદી.ખાંસી. નો ઉપદ્રવ રહે. સ્થાનપર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયેત સાચવવી.

કર્ક:
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આંનદ જળવાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. વૈવાહિક જીવનમાં જળવાય. મિત્રો નો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહ:
સંતાન ની પ્રગતિ થી હર્ષ. વિધાર્થી વર્ગને સફળતા. આઘાત્મિક બાબતોમાં રૂચિ વધે. એવા કાર્યમાં સમય વ્યતીત થાય. યશ.પ્રતિષ્ઠા માં વઘારો થાય. શરદી.ખાંસી.કફની સમસ્યા નો સામનો કરવો પડે.

કન્યા:
જીવનસાથી સાથે વાદ વિવાદ ટા‍ળવો. સંતાનના પ્રશ્ર્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીગ, બેંક, વીમો, એડવોકેટ, જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુ઼ઃખાવાથી પરેશાની રહે.

તુલા:
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રમ નું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થય સારૂ રહેશે.

વૃશ્ચિક:
બેંક બેલેન્સ વઘતું જણાય. પરિવાર માં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સત્તાવે. જીવન સાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધન:
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રખવા. દામ્પત્ય જીવન માં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જ‍ળવાય.

મકર:
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વઘતી જણાય. જ્યોતિષ નો શોખ રહે. ડોકટર,‌શિક્ષણ,બાંઘકામ, તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યકિત ઓને વિશેષ લાભ.પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભ:
ઘંઘામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યના નાણાં ફસાઇ જવાની શકયતા છે. આવક જળવાય. મિત્રો થી લાભ. સંતાન સુખી માં વઘારો થાય. શરદી.ખાંસી. નો ઉપદુવ રહે.

મીન:
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વઘે. આવક જળવાય. કાર્યમાં સફ‍ળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મ‍ળતી જણાય. મિત્રો થી લાભ.યશ.પ્રતિષ્ઠા વઘે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-      

ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતો માટે રિલાયન્સ ફાઉન્ડેશને કરી મોટી જાહેરાત

0

Reliance Foundation made  

  • Odisha train accident : ઓડિસા ટ્રેન દુર્ઘટના બાદ રિલાયન્સ ફાઉન્ડેશન બચાવ કામગીરી કરતા કાર્યકરોની સેવા માટે આગળ આવ્યું.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં (Balasore train accident in Odisha) મૃત્યુ આંક વધી રહ્યો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે લગભગ 288 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ અનેક પીડિતો હજી પણ હોસ્પિટલમાં છે. આવામાં દેશનો ઉદ્યોગપતિ પરિવાર પીડિતોના વ્હારે આવ્યો છે.

ટોચના ઘનાઢ્ય અંબાણી પરિવાર થકી ચાલતા રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) પીડિતોને વિવિધ મદદ પહોંચાડી રહ્યું છે. આ અકસ્માત બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આગળ આવ્યા છે. અંબાણી જૂથના રિલાયન્સ ફાઉન્ડેશને પીડિતોની મદદ માટે દાનની જાહેરાત કરી છે.

આ અકસ્માત બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ (Nita Ambani) શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે ઉભી છું અને ભારે હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું. હું આ દુર્ઘટનાને કારણે થયેલા દુઃખને દૂર કરી શકતી નથી. પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે મજબૂતીથી ઉભા છીએ.

હાલ રિલાયન્સ ફાઉન્ડેશન અકસ્માત બાદ લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યું છે. દુર્ઘટના બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ બાલાસોરમાં મદદ માટે પહોંચી ગઈ હતી. હાલ આ ટીમ બાલાસોર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવાનું કાર્ય હાથ ધર્યુ હતું. તેમજ હોસ્પિટલમાં માસ્ક, ઓઆરએસ, બેડશીટ, ગ્લોવ્ઝ, લેમ્પ્સ અને ગેસ કટર જેવી તાત્કાલિ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી.

સહાય પેકેજ જાહેર કર્યું :

– Jio-BP નેટવર્કથી એમ્બ્યુલન્સ માટે મફત ઈંધણ

– રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, કઠોળ, ચોખા, મીઠું અને રાંધણ તેલ સહિત મફત રાશન સપ્લાયની જોગવાઈ

– ઈજાગ્રસ્તોને ઝડપી સાજા થવા માટે મફત દવાઓ

– અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની તબીબી સારવાર

– ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓ.

– જો જરૂરી હોય તો જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના સભ્યને રોજગારની તકો પૂરી પાડવી

– વિકલાંગ લોકો માટે વ્હીલચેર, પ્રોસ્થેસિસ સહિતની સહાયની જોગવાઈ

– નવી રોજગારીની તકો શોધવા અસરગ્રસ્ત લોકોને વિશેષ કૌશલ્ય તાલીમ

– તેમના પરિવારની એકમાત્ર કમાણી ગુમાવનાર મહિલાઓ માટે માiક્રોફાઈનાન્સ અને તાલીમની તકો

– આપત્તિ અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને વૈકલ્પિક આજીવિકા માટે ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ જેવા પશુધન પૂરા પાડવા

– શોકગ્રસ્ત પરિવારના સભ્યોને તેમની આજીવિકા પુનઃનિર્માણમાં મદદ કરવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી

આ બાદ રિલાયન્સ ફાઉન્ડેશન પીડિતો માટે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 10-પોઈન્ટ સહાય પેકેજની જાહેરાત કરી છે. આ લાભોમાં મૃતકના પરિવારના સભ્ય માટે 6 મહિના માટે મફત રાશન, દવાઓ અને રોજગાર આપવામાં આવશે.

આ પણ વાંચો :-

મશરૂમની ખેતી કરો ક્યારેય નોકરીની નહીં પડે જરૂર….

0

Cultivate mushroom

  • Mushroom Farming : દેશમાં મશરૂમની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જેના લીધે મશરૂમની ખેતીમાં કમાણીના પણ ઉજ્જવળ ચાન્સ છે. છત્તીસગઢ કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોની સલાહ પર અંબિકાપુરમાં મા દુર્ગા લક્ષ્મી જૂથની મહિલાઓ મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરીને દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે.

દેશમાં મશરૂમની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જેના લીધે મશરૂમની ખેતીમાં કમાણીના પણ ઉજ્જવળ ચાન્સ છે.  છત્તીસગઢ કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોની સલાહ પર અંબિકાપુરમાં મા દુર્ગા લક્ષ્મી જૂથની મહિલાઓ મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરીને દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. ખેતરમાંથી નીકળતા ફાર્મ વેસ્ટ અને કોકો પીટનો ઉપયોગ કરીને ગોલ અને અમ્બ્રેલા મશરૂમનું ઉત્પાદન (Mushroom Production)ઝડપથી વધી રહ્યું છે. જે મહિલાઓને આવકમાં ફાયદો કરાવી રહ્યું છે.

15 દિવસની મળે છે ટ્રેનિંગ :

ઉનાળા દરમિયાન આ ખેતી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ક્લાઈમેટ કંટ્રોલ રૂમની સુવિધા અપાતાં મહિલાઓએ સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે. છત્તીસગઢ સરકાર દ્વારા 15 દિવસની તાલીમ પછી, 30 જૂથના સભ્યોએ શહેરના ગાંધીનગરમાં સ્થિત TCPC સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં મહિલાઓ એક સાથે મળીને મશરૂમની ખેતી કરી રહી છે. આમ કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જવાં કરતાં અહીં મહિલાઓ પોતાના માટે મજૂરી કરી રહી છે.

દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું ઉત્પાદન :

મા દુર્ગા લક્ષ્મી ગ્રૂપ સેન્ટરમાં દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન થઈ રહ્યું છે, જે રોજની 10,000 રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યું છે. ચાર મહિના સુધી દરરોજ 50 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરવામાં આવશે. હવે અન્ય રાજ્યોના લોકો નિર્માતા જૂથમાં આવીને મશરૂમની માંગણી કરી રહ્યા છે. ઝારખંડમાંથી 1.10 ક્વિન્ટલનો ઓર્ડર મળ્યો હતો.

ઓનલાઈન માર્કેટ :

મહિલાઓ જે ખાદ્યપદાર્થો તૈયાર કરે છે તે હવે ઓનલાઈન વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. આ માટે આ જૂથ તેમને એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ અન્ય માધ્યમો પર ઉપલબ્ધ કરાવશે જે સારો નફો કરશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો બહુ મોટો ફર્ક પડશે.

દિલ્હીથી લાવેલા બિયારણથી સારી ઉપજ :

મશરૂમની સારી ઉત્પાદન ક્ષમતા અને અનુકૂલિત આબોહવા જોઈને વૈજ્ઞાનિકોએ જૂથને દિલ્હીથી બીજ મંગાવવાનું સૂચન કર્યું. જેથી મશરૂમની ગુણવત્તામાં ઘટાડો ન થાય. આમ આ નવા બિયારણ મશરૂમની ખેતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

સ્વરા ભાસ્કરે લગ્નના ત્રણ મહિના બાદ કરી પ્રેગનેન્સીની જાહેરાત, પતિ ફહાદની સાથે શેર કરી તસવીરો……

Swara Bhaskar announces pregnancy
  • સ્વરા ભાસ્કરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નન્સીનું એનાઉન્સમેન્ટ કર્યુ છે. ફોટામાં સ્વરા પોતાન પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે.

બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ફરી એકવાર સોશ્યલ મીડિયા (Social media) પર ટ્રેન્ડિંગ થઈ રહી છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ (Fahad Ahmed) સાથે લગ્ન કર્યા હતા. હવે તેની પ્રેગનન્સીને લઈને સમાચાર સામે આવ્યા છે.

જ્યારથી એક્ટ્રેસના લગ્ન થયા છે ત્યારથી ફેન્સ અભિનેત્રીના સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. હવે સ્વરાએ ખુદ જાહેરાત કરી છે કે તે પ્રેગનેન્ટ છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સ્વરા ભાસ્કરે પોતાની ખુશખબરી શેર કરી તો ફેન્સે આના પર જોરદાર અભિનંદનનો વરસાદ કરી દીધો છે..

સ્વરા ભાસ્કરે સોશ્યલ મીડિયા પર પ્રેગનેન્સીની કરી જાહેરાત :

સ્વરા ભાસ્કરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નેન્સીનું એનાઉન્સમેન્ટ કર્યુ છે. ફોટામાં સ્વરા પોતાન પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે. તેને પિંક કલરનો આઉટફિટ પહેરેલો છે જેમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “ઘણીવાર તમારી બધી જ પ્રાર્થનાઓ એક જ સમયે જવાબ આપવામાં આવે છે! આશીર્વાદ, આભારી, ઉત્સાહિત (અને ક્લૂલેસ!) જેમ કે આપણે એક આખી નવી દુનિયામાં પગ મુકીએ છીએ !”

કોણ છે સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહેમદ?

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. જુલાઈ 2022માં ફહાદ અહમદ અબુ આસીમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા. તેઓ મહારાષ્ટ્ર અને મુંબઈ એકમમાં યુવાજન સભાના પ્રમુખ પદે છે.

આ પણ વાંચો :-

UP કોંગ્રેસને મળી શકે છે નવા પ્રભારી ! પ્રિયંકા ગાંધી છોડી શકે છે પદભાર- સૂત્રોનો દાવો

0

UP Congress can get a new in charge 

  • સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જો કે અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી.

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસમાં (Congress) પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આગામી ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી યુપી કોંગ્રેસને ટૂંક સમયમાં રાજ્યમાં નવા પ્રભારી મળી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ઘણા રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેમના પ્રભારી પદનો ત્યાગ કરી શકે છે.

યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ :

જોકે નવા નામોને લઈને પક્ષમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ છે હરીશ રાવત અને તારિક અનવરનું નામ આ રેસમાં સૌથી આગળ જણાવવામાં આવી રહ્યું છે. તેમને રાજ્યમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે નવા પ્રભારીને પાર્ટીની કમાન સોંપવા પર વિચાર કરી રહી છે.

સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જો કે અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી. પરંતુ જાણકારોનું માનીએ તો રાહુલ ગાંધી વિદેશથી પરત ફર્યા બાદ નવા પ્રભારીના નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે. યુપીમાં કોંગ્રેસની નવી કારોબારી સમિતિની પણ જાહેરાત થવાની છે, જેને લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખોને સ્થાન આપવામાં આવી શકે છે.

શું હશે પ્રિયંકા ગાંધીનો રોલ ?

રાજકીય નિષ્ણાતોના મતે કર્ણાટક ચૂંટણી બાદ પાર્ટીમાં સંગઠન સ્તર પર કેટલાક નેતાઓની જવાબદારી વધી શકે છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રોનું માનીએ તો કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભૂમિકા બદલાઈ જશે.

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. જો કે કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે હવે આ રાજ્યોમાં તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ પણ વાંચો :-

ભાગી ગયેલી દીકરી પરિવાર માટે ‘મરી ગઈ’, જીવતેજીવ કરી નાખ્યું બારમું

0

A family in Rajasthan’s Bhilwara

  • પ્રેમી સાથે ભાગી જતા રાજસ્થાનના ભીલવાડાના એક પરિવારે ભારે હૈયે જીવતેજીવ દીકરીના નામનું નાહી નાખીને તેનું બારમું પણ કરી નાખ્યું હતું.

પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેવાથી પરિવાર દીકરી સામે ભારે નારાજ હોય તે સમજી શકાય તેવી છે. એ તો જેની દીકરી ભાગી ગઈ હોય તે માતાપિતાને ખબર પડે કે કેવી સ્થિતિ થાય છે. દીકરીના ભાગી જવાથી પરિવાર ગમે તેવું પગલું પણ ભરી લેતો હોય છે. રાજસ્થાનના (Rajasthan) ભીલવાડાના એક પરિવારે આઘાત અને શોકમાં આવું જ પગલું ભર્યું અને તેમણે જીવતેજીવ દીકરીને મરેલી સમજીને તેનું બારમું પણ કરી નાખ્યું.

મળી તો પરિવારને ઓળખવાની ના પાડી :

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતી પોતાની જ જ્ઞાતિના યુવકને લઈને ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારની ફરિયાદ પરથી પોલીસને યુવતી મળી આવી હતી. પરિવારના સભ્યોની હાજરીમાં યુવતી સાથે વાત કરવામાં આવી હતી. યુવતીએ પરિવારને ઓળખવાની ના પાડી અને તે યુવક સાથે જતી રહી.

દીકરીની વાત સાંભળીને પરિવાર થયો ખૂબ દુખી :

દીકરીના આ નિર્ણયથી પરિવાર એટલો દુઃખી થયો કે તેમણે પોતાની દીકરીને મૃત માની લીધી છે અને મોટો નિર્ણય લઈને તેના નામે શોક સંદેશ છાપ્યો છે. આમાં લોકોને પુત્રીના મૃત્યુ પછી અને 13 દિવસ પછી ગોરની (મૃત્યુ પર્વ) માં ભાગ લેવા આમંત્રણ અપાયું છે લોકોને મૃત્યુ ભોજના કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યાં હતા.

સોશિયલ મીડિયા પર કાર્ડની ચર્ચા :

જીવતેજીવ દીકરીના નામનું બારમું કરવાના પરિવારના નિર્ણય અને શોક સંદેશવાળું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેના બારમાની તારીખ લખેલી જોવા મળે છે.

શું બની હતી ઘટના :

ભીલવાડાના રતનપુરા ગામની પ્રિયા જાટ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ પોતાની પસંદગીના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ. આના પર પરિવારજનોએ હમીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રિયાના ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે પ્રિયાને શોધીને તેના પરિવારની હાજરીમાં તેની સાથે વાત કરી તો તેણે પોતાના પરિવારને ઓળખવાની ચોખ્ખી ના પાડી દીધી અને બોયફ્રેન્ડ સાથે જતી રહી. આ પછી પરિવારજનોએ કહ્યું કે અમારી દીકરી મરી ગઈ છે અને તેમણે શોક સંદેશ છાપ્યો અને લખ્યું કે પ્રિયાનું નિધન થઈ ગયું છે. શોક સંદેશમાં પ્રિયાનું મૃત્યુ 1 જૂન, 2023ના રોજ લખવામાં આવ્યું હતું અને મૃત્યુની તારીખ 13 જૂને રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતનું 500 વર્ષથી અડીખમ મહાકાય વૃક્ષ ! ડાળ તોડવાની પણ નથી કોઈની હિંમત

0

Giant tree of Gujarat for 500 years

  • અહીં વાત થઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની. કંથારપુર ગામમાં આવેલું છે મહાકાય મહાકાલી વડ. આ વડ પાસે મહાકાળી માતાજીનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. એના પરથી જ કંથારપુરના આ વડનું નામ મહાકાળી વડ પડી ગયું છે.

વૃક્ષો કાપી કાપીને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યાં છે. જંગલની (Forest) જમીનોને સમતલ બનાવીને ત્યાં રહેણાંક અને કોમર્શિલ બાંધકામો થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં પણ છેલ્લાં 5 સદીથી એટલે કે છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીગમ ઊભું છે. અને મજાલ છે કે કોઈ એની એક ડાળ પણ તોડી જાય.

આ ઝાડ તો પ્રધાનમંત્રી મોદીનું અતિ પ્રિય છે. કબીરવડ બાદ આ બીજું સૌથી મોટું ઝાડ છે. હાલ આ સ્થળને પર્યટન સ્થળ અને યાત્રાધામમાં પરિવર્તિત કરવા પણ સરકારે પ્રોજેક્ટ હાથ પર લીધો છે. વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.

અહીં વાત થઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની. કંથારપુર ગામમાં આવેલું છે મહાકાય મહાકાલી વડ. આ વડ પાસે મહાકાળી માતાજીનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. એના પરથી જ કંથારપુરના આ વડનું નામ મહાકાળી વડ પડી ગયું છે. તેથી આ વડ મહાકાળી વડ તરીકે જ ઓળખાય છે. તો કોઈ વળી તેને કંથારપુર વડ તરીકે પણ ઓળખે છે.

આ વડલો સતત તેનો વ્યાપ વધારીને ખેતરમાં ફેલાય તો પણ ખેડૂતો તેને કાપતા નથી. ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે.  વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડ મુલાકાત અચૂક લેતા હોય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે.

મહાકાળી વડની વિશેષતા :

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે વિશાળ ઝાડ. આ ઝાડ છે વડનું. આ વડલો અત્યાર સુધી અનેક વડીલોને છાયડો આપી ચુક્યો છે. અને તેણે પણ અનેક તડકી છાયડી જોઈ લીધી છે. મહાકાળી વડ તરીકે ઓળખાતું આ વૃક્ષ ગુજરાતમાં કબીર વડ બાદ બીજું સૌથી મોટું વૃક્ષ છે.

આ વૃક્ષ અંદાજે 500 વર્ષ કરતા પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે.

આ પણ વાંચો :-

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, આગામી 24 કલાક છે અતિ મહત્વના

0

Cyclone threat over Gujarat

  • Gujarat Weather Forecast : લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.

ગુજરાત (Gujarat) પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. આ સંકટનું નામ છે બિપોરજોય વાવાઝોડું. લોકો હજી પણ તૌકતેની તાકાતને ભૂલ્યા નથી. ત્યારે બિપોરજોયથી (Biporjoy) લોકોમાં ફરી ભય પેદા થયો છે. બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું (Meteorological Department) કહેવું છે કે, આ ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર (Circulation low pressure) બાદ જ ખબર પડશે. તેના પર સતત નજર રાખી રહ્યાં છે. તેના બાદ જ કોઈ ચોક્કસ આગાહી કરી શકીશું.

વાવાઝોડું ક્યારે ત્રાટકશે  :

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય.

બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.

ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું :

12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર 7 જૂન સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બિપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો :-