બિહારમાં હાલમાં જે બ્રિજ તૂટ્યો તેના કોન્ટ્રાક્ટર જ બનાવી રહ્યા છે ગુજરાતના બે મહત્વના બ્રિજ

Share this story

The contractor of the broken bridge

  • બિહારના ભાગલપુરમાં તૂટેલો આ બ્રિજ એક નહીં પરંતુ બે વાર તૂટી પડયો છે. ચોંકાવનારી વાત એ છે આ જ કોન્ટ્રાક્ટર ગુજરાતમાં પણ બે મહત્વની જગ્યાએ બ્રિજ બનાવી રહ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

બિહારના (Bihar) ભાગલપુરમાં (Bhagalpur) ગંગા નદી પર બની રહેલો બ્રિજ પત્તાના મહેલની જેમ તૂટી પડયો. આ પુલને 1717 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે પુલના પિલરના ઓછામાં ઓછા 30 સ્લેબ ધોવાઈ ગયા. ચાર લેનનો આ બ્રિજ ભાગલપુરના સુલ્તાનગંજથી (Sultanganj) ખગડિયાના અગુવાની સુધી બની રહ્યો હતો. નીતિશકુમારે (Nitish Kumar) આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ગત વર્ષે પણ પૂરપાટ પવન અને ધોધમાર વરસાદના કારણે આ પુલ તૂટી પડયો હતો. 2014માં આ પુલનું કામ શરૂ થયું હતું અને તેના પૂરા થવાની ડેડલાઈન આઠવાર આગળ વધારી ચૂકાઈ છે. હવે તમને એક ચિંતાજનક વાત જણાવીએ કે આ ભાગલપુર બ્રિજનો કોન્ટ્રાક્ટર જ ગુજરાતમાં બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવી રહ્યો હોવાની વાત સામે આવી છે.

2019માં પૂરું થવાનું હતું કામ :

આ પુલનું કામ માર્ચ 2019 સુધીમાં પૂરું થવાનું હતું. પરંતુ ત્યાં સુધીમાં 25 ટકા કામ પણ ઠીકથી થયું નહતું. ત્યારબાદ સરકારે તેની ડેડલાઈન 2020 અને પછી 2022 સુધી આગળ વધારી હતી. ગત વર્ષ 30 એપ્રિલના રોજ ભારે વરસાદ અને પવનના કારણે પુલના બે પિલર પડી ગયા હતા.

તે સમયે પણ તેના બાંધકામને લઈને સવાલ ઉઠયો હતા. પરંતુ તેને બનાવનારી કંપની વિરુદ્ધ કોઈ એક્શન લેવાની જગ્યાએ પુલનું કામ પૂરું કરવા માટે તેને સમય આપવામાં આવ્યો. આ બ્રિજ એટલા માટે જરૂરી છે કારણ કે તે ઉત્તર અને દક્ષિણને પરસ્પર જોડે છે.

બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ :

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે હાલ પરિવહન માટે જોઈએ તો જળમાર્ગ સિવાય અન્ય બીજો કોઈ વિકલ્પ નથી. આથી કેન્દ્ર સરકારે 2017માં અહીં કેબલ પર ટકી રહે એવા 89 ફૂટ પહોળા બ્રિજને મંજૂરી આપી હતી. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રોક્ટ હરિયાણાની એસ.પી સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં મરીન લાઈફ દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઓખા અને દ્વારકાના દરિયાઈ પટ્ટે સિગ્નેચર બ્રિજ બનાવવાની જવાબદારી પણ હરિયાણાની કંપની પાસે જ છે.

ત્યારે મરીન લાઈફને થઈ રહેલા નુકસાન અથવા તેના મટિરિયલ ગુણવત્તા અંગે પણ ચિંતા થાય તે સ્વાભાવિક છે. એટલે જ નહીં અહીં એ પણ ધ્યાન ધરવા જેવું છે કે એસ પી સિંગલા કન્સ્ટ્રક્શન પાસે નર્મદા નદી પર વડોદરા જીલ્લાના ડભોઈ સિનોરના બ્રિજ બનાવવાની પણ જવાબદારી છે.

કંપની સામે આકરા પગલાં સેવાની બિહાર સરકારની ચિમકી :

અગુવાનીથી સુલ્તાનગંજને જોડતો આ પુલ એપ્રિલ 2022માં તૂટી પડયો હતો અને તે સમયે તેના પિલર 4, 5 અને 6 પડયાં હતા. ત્યારે બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રના પરિવહનમંત્રીએ પુલના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ થઈ રહ્યો હોવાની દલીલ કરી હતી. ફરી બ્રિજ પડી જતા આ કોન્ટ્રાક્ટર સામે આકરાં પગલાં ભરવાની જાહેરાત હવે બિહાર સરકારે કરી છે.

આ પણ વાંચો :-