ઓસ્ટ્રેલિયા ભણવા જવાના સપના જોનારા ગુજરાતીઓને મોટો ઝટકો

Share this story

A big blow to Gujaratis

  • ફેબ્રુઆરીમાં પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે હવે અન્ય ૨ યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકયો છે.

ગુજરાતના વિદ્યાર્થીઓનું (Student) ઓસ્ટ્રેલિયામાં (Australia) ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી શક્યતા ઉભી થઈ છે. ગત ફેબ્રુઆરી મહિનામાંઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર પ્રતિબંધ મૂક્યો હતો. એડિન કોવાન (Edin Cowan), વિક્ટોરિયા યુનિ, વુલનગોંગ યુનિ, ટોરેન્સ યુનિ અને સધર્ન યુનિ.એ વિઝા નહીં આપવા નક્કી કર્યું છે. ત્યારે આ હવે આ લિસ્ટમાં વધુ બે યુનિવર્સિટીનું નામ ઉમેરાયું છે. ઓસ્ટ્રેલિયાની (Australia) બે યુનિવર્સિટીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાના ફેમસ ફેડરેશન યુનિ અને વેર્સ્ટન સિડની યુનિવર્સિટીએ ભારતના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે. ફ્રોડ વિઝાની વધતી અરજીને કારણે આ બંને યુનિવર્સિટીઓ આ નિર્ણય લેવા મજબૂર બની છે. મહત્વનું છે કે ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર પણ બંને યુનિવર્સીટીએ પ્રતિબંધ લગાવ્યો છે.

બનાવટી અરજીઓના વધારાને કારણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ હવે કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯ના ૭૫,૦૦૦નો સૌથી વધુ આંકડો પાર કરી શકે છે.

સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે થોડા સમય પહેલા એક અહેવાલ આપ્યો હતો કે વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત લાંબા ગાળાની અસરને લઈને સાંસદો અને શિક્ષણ ક્ષેત્ર સાથે લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.

નકલી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે :

થોડા સમય પહેલા ગ્લોબલ એજ્યુકેશન ફર્મ નવિતાસના જ્હોન ચ્યુએ જણાવ્યું હતું કે, “આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે છે.” તેમણે કહ્યું, ‘અમને ખબર હતી કે સંખ્યામાં ઘણો વધારો થશે, પરંતુ તેની સાથે નકલી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિનો સામનો કરવા માટે હવે ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે.

આ પણ વાંચો :-