MS ધોનીના આ માસ્ટરસ્ટ્રોકના કારણે ઊંધું પડી ગયું ગુજરાતનું ગણિત

Share this story

Due to this masterstroke  

  • ધોનીની કેપ્નશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સે ગુજરાત ટાઈટન્સને મંગળવાર રાત્રે રમવામાં આવેલા પહેલા કોલિફાયરમાં 15 રનથી માત આપી હતી.

IPL 2023 : આઈપીએલ સિઝન રમી રહેલી ચેન્નઈ સુપરકિંગ્સની (Chennai Superkings) ટેમે 10મી વાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એમએસ ધોનીની કેપ્નશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સે ગુજરાત ટાઈટન્સને (Gujarat Titans) મંગળવાર રાત્રે રમવામાં આવેલા પહેલા કોલિફાયરમાં ૧૫ રનથી માત આપી હતી. ટોસ હાર્યા બાદ ચેન્નઈએ ગુજરાતને ૧૭૨/૭નો સ્કોરનો પડકાર આપ્યો હતો.

લક્ષ્યનો ફોલો કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમ બે વિકેટે ૪૧ રન જ બનાવી શકી હતી. જે આ સિઝનમાં પાવરપ્લેમાં તેનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. અંતમાં રાશિદ ખાને (Rashid Khan) ચોક્કસપણે સારુ પ્રદર્શન કર્યુ હતું પરંતુ ૧૬ બોલમાં ૩૦ રન બનાવીને આઉટ થતાં જ ટીમની હાર નક્કી થઈ ગઈ હતી.

હકીકતમાં સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષાણાની જોડીએ ગુજરાત ટાઈટન્સની કમર તોડી નાખી હતી. જાડેજાની સ્પિન પણ કામ કરી ગઈ અને તેણે દશુન શનાકા, ખતરનાક ડેવિડ મિલરની (David Miller) વિકેટ લઈને ગુજરાતનો સ્કોર ૮૮/૪ સુધી ઘટાડી દીધો. જો કે ક્રિઝ પર ગિલની હાજરીથી ગુજરાતનું પલ્લુ ભારે રહ્યું હતું. તેવામાં ધોનીએ તેના સૌથી ભરોસાપાત્ર બોલર દીપક ચહરને બોલ સોંપ્યો.

જેણે અગાઉ સાહાને ચાલતો કર્યો હતો. દીપક ફરી પાછો ફર્યો અને ૧૪મી ઓવરમાં ટીમને એવી સફળતા અપાવી, જેણે મેચનું પરિણામ લગભગ નક્કી કરી દીધું. તેણે ટોચના ફોર્મમાં ચાલી રહેલા ગિલ (૪૨)ને આઉટ કર્યો. ત્યારપછીના બેટસમેનોએ હારનું માર્જિન ઘટાડી દીધું હતું.

આ પણ વાંચો :-