વીજળીના બિલમાં તોતિંગ વધારો : ગુજરાત સરકારનો દાવો પોકળ નીકળ્યો 

Share this story

Skyrocketing increase in electricity bills

  • Price Increase In Electricity Bill : મોંઘવારીના માર વચ્ચે હવે વીજળી થઈ મોંઘી, ગુજરાતમાં સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે વીજળીનું તોતિંગ બિલ.

ગુજરાત સરકાર (Gujarat Govt) એક તરફ એવુ કહે છે કે ગુજરાતમાં વીજળીના (Electricity) ભાવમાં વધારો થઈ નથી રહ્યો. પરંતુ સરકારનો આ દાવો સાવ પોકળ સાબિત થઈ રહ્યો છે. સરકાર હકીકતમાં બંધ બારણે ગૂપચૂપ રીતે વીજળીના દરોમાં ભાવ વધારો કરી રહી છે.

એફપીપીએ એટલે કે ફ્યુઅલ સરચાર્જના (Fuel Surcharge) નામે ફરી ભાવવધારો કરવામા આવ્યો છે. ગુજરાતમાં મહિને 200 યુનિટ વાપરતા રહેણાંકના ગ્રાહકો પાસેથી ઉત્તરોઉત્તર વધુ નાણાં વસૂલવામાં આવી રહ્યાં છે.

નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગરીબ ગ્રાહકોને પણ સરકાર લૂંટી રહી છે. તેમની પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. મધ્યમ અને નાના પરિવારો પાસેથી દર મહિને 138 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યાં છે. આ ગ્રાહકો પાસેથી એપ્રિલ, 2022 ના મહિનામાં આ ભાવ વસૂલવામાં આવ્યો છે.

જેમાં 200 યુનિટ વાપરતા સરકારી ગ્રાહકો પાસેથી ફિકસ્ડ ચાર્જ પેટે રૂપિયા 70, એનર્જિ ચાર્જ પેટે રૂપિયા 743 અને ફ્યુઅલ સરચાર્જ પેટે યુનિટ દીઠ રૂપિયા 2.50 લેખ 500 વસૂલવામાં આવ્યા છે. આમ, કુલ મળીને 1313 રૂપિયા ગ્રાહકોના ખિસ્સામાંથી સરકારે ખંખેરી લીધા છે.

એક તરફ ગુજરાત સરકાર વીજળી વધવાના બણગા ફૂંકે છે. પરંતુ બીજી તરફ બંધ દરવાજે વીજળીના ભાવ વધારી રહી છે અને ગ્રાહકોને ખબર પણ પડતી નથી. ગ્રાહકો જ્યારે પોતાનું લાંબુલચક બિલ આવે છે ત્યારે ચોંકી જાય છે. આમ રહેણાંકના ગ્રાહકો પાસેથી સરકાર વધુ રૂપિયા વસૂલી રહી છે. મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકો આ ભાવવધારો સહન કરી શકે તેમ નથી.

આ પણ વાંચો :-