સરકારે જાહેર કરી અનાજ વિતરણ માટે નવી ગાઈડલાઈન, ફટાફટ જાણો શું છે નવો નિયમ

Share this story

The government has announced

  • Ration Card Update : વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.

રાશનકાર્ડ ધારકોને (Ration card holders) મોટો ઝટકો સરકારે આપ્યો છે.  છેલ્લા કેટલાક સમયથી વધતી રાશન ડેપો ચલાવતા સંચાલકોની મનમાનીની ફરિયાદોના કારણે સરકારે મોટું પગલું ભર્યું છે. આ મામલે હવે અન્ન અને પુરવઠા વિભાગ (Supply Department) કડક પગલાં લઈ રહ્યો છે. જે અંતર્ગત વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.

આ સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવેથી રાશન માટેનો ડેપો કોઈપણ ઓપરેટર પોતાના ઘરની અંદર નહીં ચલાવી શકે. જો સંચાલકનું ઘર નજીકમાં હશે તો પણ તેને દુકાનમાં જ ડેપો ચલાવવો પડશે.  ડેપો ઓપરેટ કરવાની સત્તા પરિવારના સભ્યોને નોમિની બનાવીને જ આપી શકાશે.

આ સાથે કહેવામાં આવ્યું છે કે જો આ મામલે કોઈપણ પ્રકારની ગડબડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વોર્ડ અથવા ગામમાં પણ પુરવઠો આવ્યો હોય તો ડેપો ઓપરેટર વિભાગ દ્વારા નિર્ધારિત જગ્યાએ બેસીને જ રાશનનું વિતરણ કરી શકશે.

આ ઉપરાંત સમયાંતરે વિભાગ ડેપોનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ દરમિયાન જો કોઈ ડેપો ઓપરેટર કોઈપણ ભૂલ કરતા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપો ઓપરેટરોને મળેલી માર્જિનની રકમ વિભાગ દ્વારા જ આપવામાં આવે છે અને તે સરકાર દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

નવી ગાઈડલાઈન અનુસાર ડેપો ઓપરેટરોએ અરજીપત્રક સાથે તેમનો એકાઉન્ટ નંબર, આધાર કાર્ડની નકલ સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે. આ સાથે ડેપો ઓપરેટરોએ નિર્ધારિત જગ્યાએ જ રાશનનું વિતરણ કરવાનું રહેશે. વિભાગીય આદેશોમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં ડેપો ફાળવવામાં આવ્યો છે તે સ્થળે જ ગ્રાહકોને રાશનનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો :-