Sunday, Jul 20, 2025

WhatsAppએ ભારતીયોને આપ્યો ઝટકો ! અચાનક Ban કરી દીધા ૪૭ લાખ એકાઉન્ટ

2 Min Read
WhatsApp gave Indians a shake
  • WhatsApp Banned 47 Lakhs Indian Accounts : WhatsAppએ નવા IT નિયમો 2021ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં ૪૭ લાખથી વધુ આપત્તીજનક એકાઉન્ટના રેકોર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે.

WhatsApp જે લોકો નિયમોનું પાલન નથી કરતા અને તેનું ઉલ્લંઘન કરે છે તેમના પ્રત્યે WhatsApp ખૂબ જ કડક છે. વોટ્સએપે (WhatsApp) નવા આઈટી નિયમો 2021ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ બ્લોક (Account block) કર્યા છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી છે. આવો જાણીએ તેના વિશે વિગતવાર…

ઘણા બધા એકાઉન્ટ બ્લોક કર્યા :

WhatsAppએ જણાવ્યું હતું કે, ” વપરાશકર્તાઓ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલાં 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે, 4715906 WhatsApp એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને આમાંથી 1659385 એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

ગ્રીવન્સ અપીલ કમિટી :

વધુમાં કંપનીએ ઉલ્લેખ કર્યો છે કે 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે ફરિયાદ અપીલ સમિતિ તરફથી મળેલા આદેશો 3 હતા અને તેનું પાલન કરાયેલા આદેશો પણ 3 હતા. દરમિયાન લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) ની શરૂઆત કરી છે..

મોટી ટેક કંપનીઓને કાબૂમાં લેવા માટે દેશના ડિજિટલ કાયદાને મજબૂત કરવા માટે નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અપીલ પર ધ્યાન આપશે. IT મંત્રાલયે ગયા મહિને સુધારેલા IT નિયમો 2021 હેઠળ જરૂરી ત્રણ GAC ની સ્થાપના માટે સૂચના આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article