Gold Rate Today : સોનામાં આ શું જોવા મળી રહ્યું છે? ભારે ઉથલપાથલ વચ્ચે જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

Share this story

Gold Rate Today

  • Gold Rate : ભારતીય શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે સોનાના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 28મી એપ્રિલના રોજ 60168 રૂપિયા હતું જે આજે 52 રૂપિયા ચડીને 60220 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 52 રૂપિયા વધીને 59979 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 48 રૂપિયા વધીને 55162 રૂપિયા જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 39 રૂપિયા વધીને 45165 રૂપિયાના સ્તરે છે. 10 ગ્રામ 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 31 રૂપિયા વધીને 35229 રૂપિયા થયો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે પ્રતિ કિલો 365 રૂપિયા વધીને 74233 રૂપિયાના સ્તરે છે.

આ પણ વાંચો :