ભારતનું એવું રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મ બદલવું હોય તો કરવી પડે ઓટો, જાણો કારણ

Share this story

A railway station

  • ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. જ્યારે કોઈપણ રેલવે સ્ટેશન પર જવામાં આવે તો એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે ખૂબ જ ઓછું અંતર કાપવું પડે છે.

આજે તમને આવા જ એક રેલવે સ્ટેશન (Railway station) વિશે જણાવીએ. ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. જ્યારે કોઈપણ રેલવે સ્ટેશન (Railway station) પર જવામાં આવે તો એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે ખૂબ જ ઓછું અંતર કાપવું પડે છે. તમે આરામથી પ્લેટફોર્મ બદલી શકો છો. પરંતુ આ રેલવે સ્ટેશન (Railway station) ઉપર તમારે જો પ્લેટફોર્મ બદલવું હશે તો તમારે ઓટો કરીને જવું પડશે કારણ કે અહીં એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધીનું અંતર ૨ km નું છે.

ભારતીય રેલવેનું આવું રેલવે સ્ટેશન બિહારના બેગુસરાઈ જિલ્લાના બરૌનીમાં આવેલું છે. આ એક ઔદ્યોગિક વિસ્તાર છે જે ગંગા નદીના કિનારે વસેલો છે. અહીં ઘણી બધી તેલ રિફાઈનરી અને થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારમાં બરૌની જંકશન આવે છે. આ જંકશનનું નિર્માણ ૧૮૮૩ માં થયું હતું જ્યારે અંગ્રેજોનું શાસન હતું. અહીં આબાદી તે સમયે ઓછી હતી તેથી આ રેલવે સ્ટેશન ઉપર માત્ર એક જ પ્લેટફોર્મ નંબર એક બનાવવામાં આવ્યું હતું.

આ સ્ટેશનની શરૂઆત થઈ ત્યારે અહીં માત્ર માલગાડી આવતી હતી. અહીંની તેલ રિફાઈનરીમાંથી તેલ ભરીને તે વિવિધ જિલ્લામાં સપ્લાય કરતી. પરંતુ થોડા સમય પછી અહીં લોકોની મુસાફરી માટે પણ ટ્રેનની માંગ થઈ. તેના માટે પ્લેટફોર્મ નંબર ૧ થી અંદાજે બે કિલોમીટર દૂર બીજું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું.

લોકોની સુવિધા માટે બરૌની જંકશન તૈયાર કરવામાં આવ્યું. આ જંકશન પરથી વિવિધ જગ્યાઓ માટે ટ્રેન ચાલે છે. જોકે પહેલા બનેલા પ્લેટફોર્મ નંબર એક ઉપર ફક્ત માલ ગાડીઓ અટકે છે. પહેલા સ્ટેશનને બરૌની જંકશન નામ આપવામાં આવ્યું અને પછી બનાવેલા પ્લેટફોર્મ ને બરોની રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું. આ રીતે એક જ નામના બે સ્ટેશન બન્યા.

પહેલા બનેલા સ્ટેશને પ્લેટફોર્મ નંબર એક આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે નવા બનેલા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર બે નામ આપવામાં આવ્યું. જોકે તેમ છતાં લોકોને આ સ્ટેશન પર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે એક જ નામના બે રેલવે સ્ટેશન વચ્ચે ૨ km નું અંતર છે અને તેમાં પણ પ્લેટફોર્મ નંબર એક અને પ્લેટફોર્મ નંબર ૨ નામ આપવામાં આવ્યા છે. તેવામાં જો લોકોને પ્લેટફોર્મ બદલવાનું થાય તો બે કિલોમીટરનું અંતર કાપવું પડે છે.

આ પણ વાંચો :-